ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે Good News, હવે કન્ફર્મ ટિકિટ પણ કરી શકાશે ટ્રાન્સફર
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ગાઈડલાઈન 1990માં જાહેર કરવામાં આવી હતી. જેને ફરીથી લાગુ કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં 1997 અને 2002માં સુધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, રેલવેના પગલાથી ઘણા લોકોને ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની ટિકિટ તમે કોઈ પણ સરકારી કર્મચારીને પણ ટ્રાન્સફર કરી શકો છો. જે સરકારી કામ માટે મુસાફરી કરી રહ્યાં હોય. તે સિવાય લગ્ન સમારોહમાં જઈ રહેલા યાત્રીઓને પણ ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે. આ ત્રણ સ્થિતિમાં તમારે ટ્રેન રવાના થાય તેના 24 કલાક પહેલા આવેદન આપવું પડશે. જેના આધાર પર રેલવે અધિકારી ટિકિટ પરનું યાત્રીનું નામ બદલી શકે.
નવી દિલ્લી: ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે એક ખૂબજ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવેએ કન્ફર્મ ટિકિટ ટ્રાન્સફર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત જો તમે કોઈ કારણોસર ટિકિટ કન્ફર્મ હોવા છતા મુસાફરી નથી કરી શકતા તો પોતાની ટિકિટ પરિવારના કોઈ પણ સભ્યને ટ્રાન્સફર કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -