‘ત્રિપલ તલાક’ બીલ પર બીજા દિવસે પણ હોબાળો, રાજ્યસભા કાલ સુધી સ્થગિત
નવી દિલ્હીઃ ત્રણ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચા શરૂ થઈ પરંતુ ભારે હોબાળા બાદ શુક્રવાર સવારે 11 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષ બિલને સેલેક્ટ કમિટિમાં મોકલવાની માંગ કરી રહ્યું છે, જ્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તેની કોઈ જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર માટે આ બીલ કોઇ અગ્નિપરીક્ષાથી ઓછુ નથી, આજે બીલને ગૃહમાં ચર્ચા માટે લાવવામાં આવશે, જેના માટે 4 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ગઇકાલે સરકારે રાજ્યસભામાં બીલ રજૂ તો કરી દીધું પણ વિપક્ષી દળોના હોબાળાને કારણે કોઇ ચર્ચા શક્ય બની શકી ન હતી. વિપક્ષીન માંગ છે કે બીલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે.
રવિશંકર પ્રસાદે કાલે ભારે હંગામાની વચ્ચે ત્રિપલ તલાક બીલને રાજ્યસભામાં રજૂ કરી દીધું, પણ લગભગ એક કલાકના હોબાળા પછી પણ બીલ પર ચર્ચા ન હતી થઇ શકી. કોંગ્રેસ સતત બીલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ કરી રહ્યું છે.
કોંગ્રેસની આ માંગને ટીએમસી, સમાજવાદી પાર્ટી સહિતના નાના પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. જેના કારણે માત્ર હંગામો થતો રહ્યો પણ રાજ્યસભામાં કોઇ કાર્યવાહી ના થઇ શકી, અંતે રાજ્યસભા સ્થગિત કરવામાં આવી હતી.
અત્યારે રાજ્યસભામાં ભાજપ અને કોંગ્રેસ બન્નેના 57 સદસ્યો છે, સપાના 18, એઆઇડીએમકેના 13, ટીએમસીના 12, બીજેડીના 8, એનસીપી અને બીએસપીના 5 અને જેડીયુના 7 સદસ્ય છે. વિપક્ષી દળ બીલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગે કરી રહ્યાં છે. જોકે, કોંગ્રેસ ત્રિપલ તલાક મામલે અંતે શું નિર્ણય લેશે તેના પર સૌથી નજર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -