ટ્રિપલ તલાક અંગે ઇલાહાબાદ હાઇકોર્ટે આપ્યો બહુ મહત્વનો ચુકાદો, મુસ્લિમ બોર્ડે કર્યો ઉગ્ર વિરોધ
બોર્ડનું કહેવું છે કે આ ધાર્મિક અધિકાર છે અને તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. પરંતુ આ વખતે સ્થિતિ એટલા માટે બદલાઇ ગઇ છે કારણ કે મહિલાઓના કેટલાક સંગઠનોએ પણ ટ્રિપલ તલાકનો વિરોધ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે ટ્રિપલ તલાકનો મુદ્દો મુસ્લિમો માટે ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. ભૂતકાળમાં આ મુદ્દા પર મુસ્લિમ સમાજનો ભારે વિરોધ સામે આવ્યો છે. મુસલમાનોના મહત્વના સંગઠન મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ટ્રિપલ તલાકનો વિરોધ કર્યો છે.
અનેક મહિલાઓએ ટ્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકને લૈગિક ન્યાય, સમાનતા અને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો છે. બીજી તરફ વિધિ આયોગે પણ જે 11 સવાલો પર સામાન્ય લોકોનો મત માંગ્યો છે તેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા દિવસોમાં આ મુદ્દે મુસ્લિમ સમાજનો એક વર્ગ ટ્રિપલ તલાકમાં કોઇ પણ પ્રકારના ફેરફારના વિરોધમાં ઉતર્યો છે. મુસ્લિમ સમાજના ઉલેમાઓનું કહેવું છે કે ટ્રિપલ તલાક તેમની શરીયતનો ભોગ છે અને તેમાં ફેરફારનો હક કોઇને નથી.
કોર્ટના કહેવા પ્રમાણે, ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારનો ભંગ થાય છે. ઇલાહાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં તલાકને લઇને મુસલમાનોની સૌથી મોટી પ્રવિત્ર પુસ્તક કુરાનને ટાંકતા જણાવ્યુ હતું કે, પ્રવિત્ર કુરાનમાં પણ ટ્રિપલ તલાકને યોગ્ય માન્યુ નથી.
કોર્ટે કહ્યુ હતું કે, મુસ્લિમ સમાજનો એક વર્ગ ઇસ્લામિક કાયદાની ખોટી વ્યાખ્યા કરી રહ્યો છે. બે અલગ અલગ અરજીઓમાં જસ્ટિસ સુનીત કુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ઇસાલાબાદ હાઇકોર્ટના આ ચુકાદા બાદ ટ્રિપલ તલાકનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.
ઇલાહાબાદઃ ટ્રિપલ તલાક મુદ્દે ઇલાહાબાદ હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ હતું કે, કોઇ પણ પર્સનલ લો બંધારણ કરતા ઉપર હોઇ શકે નહીં. કોર્ટે ટ્રિપલ તલાકને મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ ક્રૂરતા ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -