ત્રિપુરામાં આ વ્યક્તિએ ડાબેરીઓના ગઢમાં પાડ્યું ગાબડું, જાણો કોણ છે ?
સુનીલ દેવધર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગરતલાઃ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં જાહેર થઈ રહેલા પરિણામોમાં ભાજપ સરકાર બનતી જણાઈ રહી છે. 2013ની ચૂંટણીની તુલનામાં ભાજપે અહીંયા શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત ચૂંટણીમાં બીજેપી અહીં એકપણ સીટ નહોતી જીતી શકી અને આ વખતે પાર્ટી અહીંયા બહુમત પાર કરી ગઈ છે.
નોર્થ ઈસ્ટમાં ભાજપના વધેલા પ્રભાવ પાછળ એક એવા વ્યક્તિનો હાથ છે જેમણે ન તો ક્યારેય અહીંયાથી ચૂંટણી લડી છે કે ન તો મીડિયામાં આવ્યા છે. તેમ છતાં આ વ્યક્તિએ વિરોધીઓને પરાસ્ત કરી દીધા છે.
આ વ્યક્તિનું નામ છે સુનીલ દેવધર. તેમણે નોર્થ ઈસ્ટમાં બીજેપી માટે નવી આશા જગાવી છે. દેવધર મૂળ મરાઠી છે પરંતુ કડકડાટ બંગાળી પણ બોલે છે. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા છે.
બીજેપીએ જ્યારે તેમને નોર્થ ઇસ્ટની જવાબદારી આપી ત્યારે તેમણે ત્યાં રહીને સ્થાનિક ભાષા પણ શીખી લીધી. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં તેઓ ખાસી અને ગારો જેવી જનજાતિના લોકોને મળે છે ત્યારે તેમની જ ભાષામાં વાત કરતા હોવાનું કહેવાય છે.
ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર કરતાં સુનીલ દેવધર
એલકે અડવાણી સાથે સુનીલ દેવધર
દેવધર પાસે પહેલા વારાણસી સહિત ઉત્તર પ્રદેશની જવાબદારી હતી. અહીંયાની ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ તેમને નોર્થ ઇસ્ટની જવાબદારી સોંપવામાં આવી. વિધાનસભા ચૂંટણી પહેલા અનેક પક્ષના નેતા અને ધારાસભ્યોને ભાજપમાં લાવવામાં તેમનો મોટો રોલ રહ્યો છે.
સુનીલ દેવધરે અહીંયા ‘મોદી લાવો’ના બદલે ‘સીપીએમ હટાવો’, ‘માણિક હટાવો’ જેવા નારા આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -