ત્રિપુરામાં કમળ ખીલવીને અમિત શાહે કોને આપી ગુરુ દક્ષિણા ? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે અમિત શાહે પાર્ટી મહાસચિવોની બેઠકમાં કહ્યું હતું કે, ત્રિપુરા ભલે નાનું રાજ્ય હોય પરંતુ ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ એટલા માટે છે કે આ જીત ન માત્ર ચૂંટણી જીત હશે પરંતુ વૈચારિક જીત પણ સાબિત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી જે જે રાજ્યોમાં ડાબેરી સરકાર રહી છે ત્યાં કોઈ પણ ચૂંટણીમાં ભાજપ સીધી રીતે વામપંથીઓ સામે જીતી શક્યું નથી કેરળમાં ગત ચૂંટણીમાં ભાજપે જીતવા તનતોડ કોશિશ કરી હતી પરંતુ માત્ર એક જ સીટ જીતી શક્યું હતું. જોકે કેરળમાં ભાજપના વોટ હિસ્સામાં 15 ટકા વધારો થયો હતો. ત્રિપુરામાં ડાબેરી સરકાર હોવાથી ભાજપ આ ચૂંટણીને એક મોટા અવસરના રૂપમાં જોતી હતી.
1998થી ત્રિપુરામાં માણિક સરકાર મુખ્યમંત્રી છે. ત્રિપુરામાં માણિક સરકાર સીએમ બન્યા પહેલાથી જ એટલેકે 1993થી લેફ્ટ ફ્રન્ટની સરકાર સતત બનતી આવી રહી છે.
ઉત્તર-પૂર્વના આ નાના રાજ્યમાં જીતનો વાયદો ભાજપ અધ્યક્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગત વર્ષે દશેરાના દિવસે કર્યો હતો. આરએસએસમાંથી મળતી માહિતી મુજબ, ગત વર્ષે વિજયાદશમીના દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંઘના વરિષ્ઠ નેતાઓને કહ્યું હતું કે વિજયાદશમી પર આવતી ગુરુ દક્ષિણા આગામી વર્ષે સમર્પિત કરીશ. તેમનો ઇશારો ત્રિપુરામાં ભાજપને જીત અપાવવા તરફ હતો.
અગરતલાઃ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ રહી છે. ત્રિપુરામાં ડાબેરીઓ પાસેથી સત્તા મેળવવા માટે બીજેપીએ અહીંયા પૂરી તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓએ અહીં રેલીઓ કરી હતી. જેના કારણે 25 વર્ષ બાદ અહીં ડાબેરીઓ હાર ભાળી રહ્યા છે. 60 સભ્યો ધરાવતી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં હાલ ભાજપે 4 સીટ પર વિજય મેળવી લીધો છે, જ્યારે 30 સીટ પર લીડમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -