એંકર યુવતીએ સાથી એંકર સાથે પીધો શરાબ, યુવક તેના ફ્લેટ પર રાત રોકાયો, સવારે યુવક બાથરૂમ ગયો ને યુવતીએ કરી આઘાતજનક હરકત....
એક અન્ય સાથી પત્રકારના મતે રાધિકા આત્મહત્યા કરી શકે નહીં. રાધિકા ખૂબ ખુશમિજાજી હતી અને તે હંમેશા બધા સાથે સારો વ્યવહાર કરતી હતી. તે ઓફિસમાં તમામ કાર્યક્રમમાં ઉત્સાહિત થઇને ભાગ લેતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાધિકા અને અવસ્થી વચ્ચે નશાની હાલતમાં ઝઘડો થયો હતો. આ વચ્ચે રાહુલ જ્યારે બાથરૂમમાં ગયો ત્યારે રાધિકા બાલ્કનીમાંથી કૂદી ગઇ હતી. રાહુલે પોલીસને જણાવ્યું કે, રાધિકા ગુરુવાર સાંજથી માનસિક રીતે પરેશાન હતી જેની વાત રાધિકાએ તેને કરી હતી. જેને પગલે તેણીએ તેના પરિવારજનો સાથે વાત કરી હતી. પોલીસ એન્કર રાહુલની વાત પર વિશ્વાસ કરી રહી નથી અને તે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.
પોલીસના મતે રાધિકા કૌશિક છેલ્લા ચાર મહિનાથી તે ફ્લેટમાં રહેતી હતી. તપાસ દરમિયાન તેના ફ્લેટમાંથી પોલીસને અનેક દારૂની બોટલો મળી આવી હતી. આ સંબંધમાં પોલીસે રાહુલની પૂછપરછ કરી હતી. ઘટના આત્મહત્યાની છે કે હત્યાની તેને લઇને પોલીસ તપાસ કરી રહી છે.
નોઇડાઃ નોઇડામાં સેક્ટર-77 ખાતે આવેલા અંતરિક્ષ ફોરેસ્ટ એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલની એન્કર રાધિકા કૌશિકનું મોત થયું છે. જોકે, તેની હત્યા કરવામાં આવી છે કે અકસ્માત છે, તેને લઈને ભારે તર્ક-વિતર્ક સર્જાયા છે. રાધિકાનું મોત થયું ત્યારે તેની સાથે તેનો સિનિયર એન્કર પણ હાજર હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનની રહેવાસી મહિલા એન્કર રાધિકા ફ્લેટમાં એકલી રહેતી હતી. શુક્રવારની રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે અચાનક તે ચોથા માળ પરથી નીચે પડી ગઇ હતી. રાધિકા નીચે પડતા તેનું મોત થયું હતું. ઘટના સમયે તેના રૂમમાં તેની સાથે સીનિયર એન્કર અને સાથી રાહુલ અવસ્થી પણ હતો. કહેવામાં આવી રહ્યુ છે કે ઘટના સમયે બંન્ને બાથરૂમમાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -