Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
33 ઉત્પાદનો પર ઘટાડાયો જીએસટી, જાણો કઇ કઇ ચીજો થઇ સસ્તી?
જેટલીએ કહ્યું કે, હવે ફક્ત 28 ઉત્પાદનો 28 ટકાના સ્લેબમાં છે. વીડિયો ગેમ અને રમતગમતના અનેક સામાન પર જીએસટી 18 ટકા લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની 31મી બેઠક બાદ પુંડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ જણાવ્યું હતું કે, 33 ઉત્પાદનોને 18 ટકામાંથી 12 અને પાંચ ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે. આ ઉત્પાદનો સામાન્ય વ્યક્તિની રોજિંદી વસ્તુઓ છે. આ બેઠક નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં થઇ હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં 28 ટકાના સ્લેબમાં સામેલ 33માંથી સાત ઉત્પાદનોને 18 ટકાના સ્લેબમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે મોટર વ્હીકલ્સ પાર્ટ્સ, ટીવી, કોમ્પ્યુટર અને ટાયર સહિત અનેક ચીજો સસ્તી કરવામાં આવી છે. જ્યારે 28 ટકાના સ્લેબમાં હવે સિન ગુડ્સ અને લક્ઝરી પ્રોડક્ટ્સને જ રાખવામાં આવશે. કેરલના નાણામંત્રી ટીએમ થોમસ ઇસ્સાકે કહ્યું કે, જીએસટી કાઉન્સિલની આગામી હેઠક જાન્યુઆરી 2019માં થશે. આ બેઠકમાં સિમેન્ટની કિંમતો પર ચર્ચા કરવામાં નહી આવે.
બેઠક બાદ જેટલીએ કહ્યું કે, 6 ચીજો પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. એસી અને ડિશવોશર પર હાલમાં 28 ટકા જીએસટી લાગશે. તે સિવાય 100 રૂપિયા સુધીની સિનેમા ટિકિટ પર જીએસટી 18 ટકા ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. નોર્મલ સાઇઝની ટીવી પર જીએસટી ઘટાડીને 28 ટકાથી 18 ટકા કરી દેવામાં આવ્યો છે. .
- - - - - - - - - Advertisement - - - - - - - - -