દમણમાં બાર નજીક અંધાધૂધ ફાયરિંગ, હુમલાખોરો 2 યુવકોને મોતને ઘાટ ઉતારી ભાગી ગયા પછી શું થયું, જાણો વિગત
માત્ર મારી નાંખવાના ઉદ્દેશ્યથી જ સ્કોર્પિયો કારમાં પાંચ અજાણ્યા ઇસમો હથિયારો સાથે આવ્યા હતા. હાલ તો દમણ પોલીસ તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ હુમલાખોરો પોતાની સાથે આધુનિક ફાયરવાળી ગનની સાથે કોઈતા લઇને પણ આવ્યા હતા. આ સમગ્ર ઘટના વિશાલ બારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ દમણના ઉચ્ચ પોલીસ અધિકારી જેમાં ડીઆઈજી બ્રિજકિશોર સિંઘ, એસપી સેજુ કુરૂવિલ્લા, પીઆઇ પંકજ ટંડેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસે વિશાલ બારના સીસીટીવી ફૂટેજ લઇને આરોપીની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાને લઇને સંઘપ્રદેશ દમણમાં અનેક તર્કવિર્તકો શરૂ થયા છે.
જોકે, અજય અને ધીરૂ પટેલ પોતાના બચાવમાં સામેની સાઈડે આવેલા વિશાલ બારમાં પહોંચી ગયા હતા. જ્યાં હુમલાખોરોએ આધુનિક લોડેડ ગનથી આડેધડ 15થી 20 રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં અજય માંજરા અને ધીરૂ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બંને યુવકો પર હુમલો કર્યા બાદ હુમલાખોર સ્કોર્પિયો કારમાં ફરાર થઇ ગયા હતા.
દમણના ભીમપોર ખાતે રહેતા અજય ઉર્ફે માંજરા પટેલ અને ધીરજ પટેલ પોતાની ગાડીમાં ડાભેલ તરફ આવી રહ્યા હતા. ત્યારે જ વાપી તરફથી આવી રહેલી સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલા હુમલાખોરોએ પ્રથમ અજયની કારને ટક્કર મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સંઘપ્રદેશ દમણમાં ફરી એકવાર ધંધાની જૂની અદાવતને લઇને ગેંગવોર શરૂ થયું છે. રવિવારે રાત્રે સંઘપ્રદેશ દમણના ડાભેલ સ્થિત વિશાલ બારમાં આધુનિક ગન સાથે આવેલા હુમલાખોરોએ આડેધડ 15થી 20 રાઉન્ડ ફાયર કરીને બે યુવાનોની હત્યા કરી હતી.
દમણ: સંઘપ્રદેશ દમણના ડાભેલ ખાતે રવિવારે રાત્રે જૂની અદાવતમાં આડેધડ ફાયરિંગ કરીને બે યુવાનોની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ હુમલાખોરો સ્કોર્પિયો કાર લઈને ફરાર થઈ ગયા હતાં. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે દમણમાં ફરી એકવાર ગેંગવોરની સ્થિતિનું નિર્માણ થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -