UIDAIના CEO અજય ભૂષણ પાંડે બનશે નવા કેન્દ્રીય મેહસુલ સચિવ, હસમુખ અઢિયા 30 નવેમ્બરે થશે નિવૃત
ઉલ્લેખનીય છે કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હસમુખ અઢિયા મુખ્ય સચિવ પદે રહી ચૂક્યા છે અને તેઓ મોદીના સૌથી વિશ્વાસું અધિકારીમાં સ્થાન ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS) ગુજરાત કેડરના 1981 બેચના અધિકારી અઢિયા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ નવેમ્બર 2014માં તેઓ દિલ્હી ગયા હતા. તેમની નિયુક્તિ નાણાંકીય સેવા વિભાગમાં સચિવ તરીકે થઈ હતી. હસમુખ અઢિયા છેલ્લા ચાર વર્ષથી નાણા મંત્રાલયમાં કાર્યરત હતા અને તેમને ત્રણ વર્ષથી રેવન્યુ સેક્રેટરીની વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી હતી.
નવી દિલ્હી: કેન્દ્રીય મહેસુલ સચિવ હસમુખ અઢિયાની સેવાનિવૃતી બાદ ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ(UIDAI)ના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) અજય ભૂષણ પાંડે દેશના નવા કેન્દ્રીય મેહસુલ સચિવ બનશે. દેશમાં જીએસટીને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નાણા સચિવ હસમુખ અઢિયા 30 નવેમ્બરે સેવાનિવૃત થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -