1 જુલાઈથી આધાર માટે જરૂરી હશે આ કામ, લોકોને મળશે રાહત
ફેસ ઑથેન્ટિકેશન ફિચર્સ આવવાથી આવા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે, આ ફિચર્સ કોઈ અન્ય ઓથેન્ટિકેશન ફિચર (આયરિસ, ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા ઓટીપી) સાથે જ ઉપયોગ કરવામાં આવશે. વન ટાઇમ પાસવર્ડ (OTP) ફિચરમાં ઓથેન્ટિકેશન માટે આધાર યુઝર્સના મોબાઈલ પર એક પાસવર્ડ આવશે, તેની ઓળખ કન્ફર્મ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધારમાં એનરોલ થયા બાદ અત્યારે લોકોને આયરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન જ લેવામાં આવે છે. હાલમાં અનેક લોકોની આંખની મુશ્કેલી અથવા હાથની પ્રિન્ટમાં મુશ્કેલી આવી રહી છે.
આધારની સિક્યોરિટી અને પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને વર્ચ્યૂઅલ આઈડી રજૂ કરવામાં આવશે. કારણ કે તે બેક એન્ડ પર આધારનો મેપ હશે, એટલે કે આધાર નંબર શેર કર્યા વગર વેરિફિકેશન પૂર્ણ થઇ જશે.
જો કે UIDAIએ સેવા પ્રોવાઇડર્સ અને ઑથેન્ટિકેશન એજન્સીઓને રજિસ્ટર્ડ ડિવાઇસ ઉપલબ્ધ કરાવ્યા છે. 1 જુલાઈ, 2018 થી તમામ એજન્સીઓ માટે જરૂરી છે કે તે વર્ચ્યુઅલ આઇડીથી યુઝર વેરિફિકેશન કરે અને ઇન્કાર કરવા પર એજન્સીઓ સામે પગલા લેવામાં આવશે.
આ નિર્ણય બાદ ખરાબ ફિંગરપ્રિંટ વાળાનું પણ બાયોમેટ્રિક વેરિફિકેશન થઇ શકશે. UIDAIએ જણાવ્યું કે ફેશિયલ રેફરન્સ ડેટા માટે આધાર રજીસ્ટ્રેશન સમયે ક્લિક કરેલા ફોટાનો ઉપયોગ કરવામાં આવશે. ઑથેન્ટિકેશન એજન્સીઝ ફેશિયલ ઓથેન્ટિકેશન લેપટોપ અથવા મોબાઇલથી કરી શકાય છે, જેનો અર્થ એ છે તેના માટે કોઈ વિશેષ હાર્ડવેરની જરૂર નથી.
નવી દિલ્હીઃ આઘાર ડેટા લીક થવાના અહેવાલની વચ્ચે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. UIDAIએ વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે અનેક સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર નહીં આપવો પડે. આધારનો દુરપયોગના અહેવાલ મળ્યા બાદ સરકારે પણ આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ બધુ આધારની સેફ્ટીને મજબૂત કરવા માટે છે. ઉપરાંત UIDAIએ એક જુલાઈથી આધાર માટે ફેસ ઓથેન્ટિકેશનની જાહેરાત કરી છે. જેને બાયોમેટ્રિક આઇરિસ (આંખો) અને ફિંગરપ્રિન્ટ વેરિફિકેશનમાં તકલીફ આવે છે તેમના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -