હવે તમારા આધારનો નહીં થાય દુરુપયોગ, Aadharની જગ્યાએ યૂઝ કરો VID
ટ્વીટમાં યૂઝર્સને કહેવાયું છે કે, વેબસાઈટ ( https://uidai.gov.in) પર જઈને તમે તમારો VID જનરેટ કરો. UIDAIએ આ વર્ષે જાન્યુઆરીમાં વર્ચ્યુઅલ કાર્ડ લાવવાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUIDAIએ આજે એક ટ્વીટમાં કહ્યું કે, ‘ટૂક સમયમાં જ સર્વિસ પ્રોવાઈડર્સ આધાર નંબરને બદલે VID સ્વીકાર કરશે. તમે ઓનલાઈન એડ્રેસ અપડેટ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.’
આધાર નંબરના ઓથેન્ટિકેશન સમયે તમે માત્ર VID આપી શકે છે, તમારા આધાર નંબરને શેર કરવાની જરૂર નહીં રહે. આ રીતે આધાર ઓથેન્ટિકેશન પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ જશે. વર્ચ્યુઅલ આઈડી એક 16 આંકડાની સંખ્યા હશે, જે ઓથેન્ટિકેશન માટે આધાર નંબરને બદલે ઉપયોગમાં લઈ શકાશે. તે જરૂરતના સમયે કોમ્પ્યુટર દ્વારા તાત્કાલિક જનરેટ થશે.
નવી દિલ્હીઃ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ વર્ચ્યુઅલ આઈડી (VID)ને પ્રાયોગિક ધોરણે શરૂ કરી દીધું છે. પ્રાધિકરણનું કહેવું છે કે, જુદી જુદી સેવા માટે ટૂકમાં જ આધાર સંખ્યાની જગ્યાએ આ આઈડી સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે. ગુપ્તતા સંબંધિત ચિંતાઓ દૂર કરવા માટે યૂઆઈડીએઆઈએ જાન્યુઆરીમાં વર્ચ્યુઅલ આઈડી લાવવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -