ઉજ્જૈન: હોસ્પિટલના સિવિલ સર્જને ઓપરેશન થિયેટરમાં નર્સને પકડીને કરી કિસ, વીડિયો વાયરલ
માલવિયને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો કે શું આ વીડિયો ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યો છે? તો તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, આ સંબંધમાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યાં મુજબ આ વીડિયોમાં જે મહિલા જોવા મળી રહી છે તે નર્સ તરીકે કામ કરે છે. આ વીડિયો જિલ્લા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું છે.
મિશ્રાએ જણાવ્યું હતું કે, મેં નિદારિયાને નોટિસ ફટકારી છે. તેઓ છેલ્લા બે દિવસથી રજા પર છે. તેમનો જવાબ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (સીએમએચઓ) ડો. મોહન માલવિયે કહ્યું હતું કે, સંભાગીય આયુક્ત આ ઘટનાની તપાસના આદેશ આપશે.
ઉજ્જૈન જિલ્લા કલેક્ટર શશાંક મિશ્રાએ જણાવ્યું હતું કે, કિસ કરવાનો જે મામલો સામે આવ્યો છે તે કોઈ અધિકારી માટે યોગ્ય નથી. આ મામલાની ગંભીરતાને જોતાં મેં જિલ્લા હોસ્પિટલમાં પદભાર સંભાળતા સિવિલ સર્જન ડો. રાજુ નિદારિયાને પદ પરથી હટાવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, તેમના સ્થાને ડો. પી.એન.વર્માને નિયુક્ત કરવામાં આવી છે.
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનના હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત એક મહિલા સહકર્મીને કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેના કારણે રવિવારે હોસ્પિટલના સિવિલ સર્જનને પદ પરથી હટાવવામાં આવ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -