ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ કરવા માગે છે સરેન્ડર, પણ રાખી આવી શરત....
2003માં અમેરિકાએ દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. ઇન્ટરપોલ તેની શોધખોળ કરી રહી છે. 2011માં ફોર્બ્સે તેને દુનિયાનો સૌથી ખતરનાક ગુનેગારોની યાદીમાં રાખ્યો હતો. દાઉદનો જન્મ 26 નવેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય અગાઉ જ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે દાઉદે તેમને ભારત આવીને સરેન્ડર કરવાની વાત કરી હતી પરંતુ ત્યારના નેતાઓએ તેના પર કોઇ એક્શન લીધું નહોતું. દાઉદ ઇબ્રાહિમ પર ગંભીર આરોપ છે. તે લગભગ 25 વર્ષોથી ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે જેણે પાકિસ્તાનમાં આશરો લઇ રહ્યો છે જેથી દાઉદની વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
દાઉદ ઇબ્રાહિમના વકીલે દાઉદના હવાલાથી તેના સરેન્ડરની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોતાના નિવેદનમાં દાઉદના વકીલે કહ્યું હતું કે દાઉદ ભારત આવવા ઇચ્છે છે પરંતુ તેની શરત છે કે તેને મુંબઇની આર્થર રોડ જેલમાં રાખવામાં આવે.
મુંબઇઃ 1993 મુંબઇ સીરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ સરેન્ડર કરવા માંગે છે. આ દાવો શ્યામ કેસરવાની નામના વ્યક્તિએ કર્યો છે જે પોતાને દાઉદ ઇબ્રાહિમનો વકીલ ગણાવે છે. પરંતુ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આ દાવાને દાઉદ ઇબ્રાહિમની જૂની સ્ટાઇલ ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -