લોકો લાઈનમાં ને મોદીના મંત્રીની પુત્રીના લગ્નમાં કરોડોના ધુમાડો, VIP માટે 50 ચાર્ટર્ડ પ્લેન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય અતિથિમાં આરએસએસના મોહન ભાગવત, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ફિલ્મ અભિનેત્રી હેમા માલિની, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનું નામ પણ સામેલ છે. જેના કારણે આજે આશરે 50 ચાર્ટર્ડ પ્લેન નાગપુર એરપોર્ટ પર લેન્ડ થશે.
આ ઉપરાંત કોઈપણ શહેરથી નાગપુર પહોંચવા માટે પ્લેનની ટિકિટ ઉપલબ્ધ નથી. લગ્ન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટા, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સહિત અનેક હસ્તીઓ સામેલ થશે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠકારેનું નામ પણ સામેલ છે.
નાગપુર. પીએમ મોદીના મંત્રી નીતિન ગડકરીની દીકરીના આજે નાગપુરમાં લગ્ન છે. તેના પરિણામે આજે નાગપુરમાં 10,0000થી વધારે મહેમાનો આવવાની શક્યતા છે. નાગપુરમાં આજે દિવસ દરમિયાન 50 ચાર્ટર્ડ પ્લેન ઉતરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કેતકીના લગ્ન નાગપુરના જ આદિત્ય સાથે થઈ રહ્યા છે. જે અમેરિકામાં ફેસબુકમાં કામ કરે છે.
ગડકરીની દીકરી કેતકીના લગ્ન છે. જે ત્રણેય ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. નીતિન ગડકરીને સંતાનમાં બે દીકરા એને એક દીકરી છે. બંને દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -