મોદીના આ મંત્રી વિરુદ્ધ 24 વર્ષીય યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, પોલીસે શરૂ કરી તપાસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુવાહાટીઃ રેલ રાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે. અસમ પોલીસના કહેવા પ્રમાણે, 24 વર્ષીય યુવતીએ કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ બળાત્કાર અને ધમકાવવા સંબંધમાં કેસ નોંધાવ્યો છે. નગાંવ પોલીસ અધિક્ષક સબિતા દાસે કહ્યું કે, નગાંવ જિલ્લામાં 24 વર્ષની યુવતીએ 2 ઓગસ્ટના રોજ કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અમે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. અમે કાયદા અનુસાર આગળ વધીશું. જોકે, બીજી તરફ મંત્રી ગોહેને પીડિત યુવતી અને તેના પરિવાર પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદ પ્રમાણે, યુવતી ઘરે એકલી હતી ત્યારે ગોહેને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘર પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મંત્રીના ઓએસડી સંજીવ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મંત્રીએ પણ તે યુવતી અને તેના પરિવાર વિરુદ્ધ બ્લેકમેઇલ કરવાની ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, મંત્રી વિરુદ્ધ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ અંગે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મહિલાએ કોર્ટમાં કેસ પાછો ખેંચવાની અરજી કરી છે પરંતુ હજુ કેસ યથાવત છે અમે અમારી તપાસ કરીશું.
નગાંવ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ આઇપીસીની કલમ 417 (છેતરપિંડી), 376 (બળાત્કાર) અને 506 (ધમકી) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. યુવતીનું નિવેદન નોંધી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે યુવતીએ મેડિકલ તપાસ કરવાનો ઇનકાર કર્યો છે. ફરિયાદ અનુસાર, ઘટના સાત કે આઠ મહિના જૂની છે. ગોહેન અને યુવતી બંન્ને ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -