મુંબઈ: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેને કાર્યક્રમમાં એક યુવકે મારી થપ્પડ, સમર્થકોએ યુવકને ફટકાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર કાર્યક્રમ દરિમયાન રામદાસ અઠાવલે સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે આ વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો અને તેને થપ્પડ મારી દીધી હતી. તેના બાદ આ યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પણ અઠાવલેના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને તેની પણ ધોલાઈ કરી હતી. અને પોલીસને સોંપી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે. થોડા સમય પહેલા રામદાસ અઠાવલેએ મરાઠા આરક્ષણને કહ્યું હતું કે, ‘અનામત કોર્ટમાં નહીં ટકે. તેઓ ઇચ્છે છે કે મરાઠા સમાજને અનામત આપવામાં આવે પરંતુ રાજ્ય સરકારે જે રીતે અનામત આપ્યું છે. તે કાનૂની નથી.’હવે થપ્પડવાળી ઘટનાને આ નિવેદન સાથે જોડવામાં આવી રહી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલને એક યુવકે થપ્પડ મારી દીધી હતી. આ ઘટના થાણેના અંબરનાથમાં એક કાર્યક્રમ દરમિયાન બની હતી. થપ્પડ મારનાર યુવકને પણ અઠાવલેના સમર્થકોએ પકડી પાડ્યો હતો અને તેને પણ ફટકાર્યો હતો. આ શખ્સની ઓળખ પ્રવીણ ગોસાવી તરીકે થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -