UP: બિયર બારનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા મહિલા મંત્રી, તસવીર થઈ વાયરલ, યોગીએ માંગ્યો ખુલાસો
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું, “આ યોગી સરકારનો બીજો ચહેરો છે. જો સીએમ તેમના વિરુદ્ધ છે તો નિવેદન જાહેર કરે અને મંત્રીને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવે. બીજેપી કાચિંડાની જેમ રંગ બદલે છે. સરકાર બનતા પહેલા મોટી-મોટી વાતો કરે છે અને સત્તામાં આવતાં જ બધું ભૂલી જાય છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અજયકુમારે કહ્યું કે, “ફોટામાં બીજેપીનો અસલી ચહેરો દેખાય છે. જ્યારે રાજ્યની મહિલાઓ દારૂ પર પ્રતિબંધ માટે પ્રદર્શન કરી રહી છે, ત્યારે બીજેપીની એક મહિલા મંત્રી બીયર બારનું ઉદ્ધાટન કરી રહી છે. તેનાથી સાબિત થાય છે કે યોગી સરકાર દારૂ અને બારને પ્રમોટ કરી રહી છે. અમે તેના વિરુદ્ધ પ્રદર્શન કરીશું.”
લખનઉમાં જાલૌનની એક મહિલાએ બીયર બાર ખોલ્યું છે. સ્વાતિ 20 મે ના રોજ પતિ દયાશંકર સિંહ સાથે તેના ઉદ્ઘાટનમાં સામેલ થયા હતા. ફોટાઓમાં તે રિબન કાપતી જોવા મળે છે. પ્રોગ્રામમાં રાયબરેલીના એસપી ગૌરવ પાંડે અને તેમની પત્ની નેહા પાંડે પણ હાજર હતા. નેહા હાલમાં ઉન્નાવની એસપી છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના મંત્રિ સ્વાતિ સિંહ દ્વારા બિયર બારના ઉદ્ઘાટનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. વિપક્ષે સોમવારે યોગી સરકારના 'ચાલ, ચરિત્ર અને ચહેરો'ને લઈને સવાલ ઉભા કર્યા છે. સોરજની નગરથી ભાજપના ધારાસભ્ય સ્વાતિ સિંહે લખનઉમાં 20 મેના રોજ પોતાના એક મિત્રના બિયર બારનું ઉદ્ઘાટન કર્યું હતું. તેની તસવીર સોમવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ. આ ઉદ્ઘાટનમાં એક આઈપીએસ દંપતી હાજર રહેતા આઈજીએ તેની નોંધ લીધી છે. સીએમ યોગી આદિત્યનાથે સ્વાતિ સિંહ દ્વારા બિયર બારનું ઉદ્ઘાટન કરવાની ઘટનાની નોંધ લઈને તેને ખુલાસો કરવા કહ્યું છે. સીએમએ આઈપીએસ દંપત્તીને પણ સ્પષ્ટતા કરવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -