જાણો કોણ છે યોગીના ગઢ ગોરખપુરમાં ગાબડું પાડનાર પ્રવીણ નિષાદ
પ્રવીણને ગોરખપુરની પેટાચૂંટણીમાં કુલ 4,56,513 વોટ મળ્યાં. જ્યારે બીજા નંબર પર રહેલા બીજેપી ઉમેદવાર ઉપેન્દ્ર શુક્લને 4,34,625 વોટ મળ્યા હતા. 2014 લોકસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથે આ સીટ પર આશરે 3 લાખ વોટના અંતરથી ચૂંટણી જીતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોરખપુર સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો મોટાભાગે અહીંયા ગોરક્ષધામ મઠના મહંત સાંસદ બનતા રહ્યા છે. યોગી આદિત્યનાથને પણ આ સીટ તેમના ગુરુ મહંત અવૈદ્યનાથ પાસેથી વારસામાં મળી હચી. સીએમ બન્યા બાદ યોગીએ સાંસદ તરીકે રાજીનામું આપ્યું અને વિધાનસભાના સભ્ય બન્યા.
પ્રવીણ માત્ર 29 વર્ષના છે અને ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી લખનઉમાંથી 2011માં એન્જિનિયરિંગ કરી ચૂક્યા છે. યુવી પ્રવીણ સામે કોઈ ગુનાહિત મામલો પણ નોંધાયો નથી. પ્રવીણ દ્વારા સબમિટ કરાવવામાં આવેલી એફિડેવિટમાં જણાવ્યા મુજબ, તેની પાસે કોઈ જમીન નથી. તેણે ડિસ્ટન્સ લર્નિંગથી એમબીએ કર્યું છે.
પ્રવીણ પ્રથમ વખત જ ચૂંટણી લડ્યા અને તેમાં જીત થઈ છે. તેથી રાજકારણ તેના માટે એકદમ નવું છે. સમાજવાદી પાર્ટી દ્વારા જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને નિષાદ સમુદાયમાંથી આવતાં પ્રવીણને ટિકિટ ફાળવવામાં આવી હતી. બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા કોઇ ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો નહોતો. બાદમાં એસપીએ સમર્થન આપવાની જાહેરાત કરી. આ ફેંસલો એસપી માટે ટોનિકનું કામ કરી ગયો.
ગોરખપુરઃ ઉત્તરપ્રદેશની ગોરખપુર લોકસભા સીટ પર 29 વર્ષ બાજ ગોરખધામ મઠથી બહારના કોઈ વ્યક્તિ સાંસદ બન્યા છે. આ પહેલા મહંત અવૈદ્યનાથ અને બાદમાં યોગી આદિત્યનાથે 1989થી 2017 સુધી ગોરખપુરના સાંસદ રહ્યા છે. પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જીત સાથે જ પ્રવીણ કુમાર નિષાદ ગોરખપુરના સાંસદ બની ગયા છે.
પ્રવીણ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ તેની પત્ની રીતિકા સરકારી નોકરી કરે છે. પ્રવીણે તેની સંપત્તિ આશરે 11 લાખ રૂપિયા જણાવી છે. તેના પર 99,000 રૂપિયાનું દેવું પણ છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -