દિવાળી પર અયોધ્યામાં યોજાયું ભવ્ય આયોજન, સૌથી વધુ દિવા પ્રગટાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સીએમ યોગી આદિત્યનાથે દેશમાં રામ રાજ્યની સ્થાપના કરવાનો સંકલ્પ લીધો હતો. દેશને ગરીબી અને ગંદકી મુક્ત બનાવવા, આતંકવાદ અને સાંપ્રદાયિકતા મુક્ત ભારત બનાવવા કહ્યું. વધુમાં કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સશક્ત બની રહ્યો છે, રામ રાજ્યની પરિકલ્પનાને અમે સાકાર કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિપ પ્રગટાવવાની સાથે જ અયોધ્યામાં સૌથી વધુ દિવા પ્રગટાવવાનો વિશ્વ વિક્રમ બની ગયો છે. આ દિવાળીના અવસર પર સરયૂ નદી કિનારે લોખા દિપ પ્રાગટ્ય કરી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે અને રાજ્યપાલ રામ નાઈકે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણને માળા પહેરાવી સ્વાગત કર્યુ હતું અને આરતી ઉતારી હતી.
અયોધ્યા: દેશની આધ્યાત્મિક નગરી અયોધ્યામાં દિવાળીનુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આ દિવાળી ખૂબજ ખાસ છે. માત્ર યોગી માટે જ નહીં પણ અયોધ્યાવાસીઓ માટે પણ નાની દિવાળી વિશેષ બની ગઈ છે. ત્યાં સરયુ નદી કિનારે સૌથી વધુ દિવા પ્રગટાવી વિશ્વ વિક્રમ બનાવ્યો છે. અહિં લેસર શૉ દ્વારા રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી યોગીએ સરયૂ નદી કિનારે પહોંચી આરતી કરી હતી. અહીં લોકોએ 1 લાખ 87 હજાર 213 દિવા પ્રગડાવી એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો છે. આયોજકોએ આ જાણકારી આપતા કહ્યું કે છેલ્લો રેકોર્ડ 1 લાખ 50 હજાર 9 દિવાનો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -