પ્રિયંકા ગાંધીએ કરી PM મોદીની ટીકા, કહ્યું-'નોટબંધી કરી મહિલાઓની બચતને બહાર ફેંકી દીધી'
રાહુલ ગાંધીએ કહ્યું અમે ફૂડ પાર્ક બનાવવા માંગત હતા. અમે અલગ-અલગ વસ્તુઓની ફેક્ટ્રીઓ નાખવા માંગતા હતા. અહીયા થી માલ સમગ્ર દુનિયામાં જાત. મોદીજી મેક ઈન ઈંડિયાની વાતો કરે છે. પરંતુ એક પણ વ્યક્તિને રોજગાર નથી મળ્યો. મેક ઈન ચાઈના ચાલી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી તમામ પૈસા 50 પરિવારોને આપે છે. તેમણે તમારી પાસેથી ધણુ બધુ છીનવી લીધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું મોદીજી જ્યા પણ જાય છે પોતાના સંબંધો બોલે છે. બનારસ આવ્યા ગંગા મા ને કહ્યું હુ બનારસનો પુત્ર છું ગંગા મારી મા છે. 2014માં કહ્યું બનારસને બદલી આપીશ, મોદીજી સંબંધો કહેવાથી નથી બનતા સંબંધો નિભાવવા પડે છે.રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધીમાં કોઈ અમીરો લાઈનમાં નથી લાગ્યા માત્ર ગરીબો લાઈનમાં ઉભા રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સાથે એક મંચ પર જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું દિલવાલે દુલ્હનિયા ફિલ્મની માફક છે. તેમા પણ અચ્છે દિન આવ્યા મોદીજી આ ફિલ્મની જેમ 2014માં એક ફિલ્મ બનાવી. જેમાં અચ્છે દિનના વાયદાઓ કરવામાં આવ્યા. બધુ સારુ થઈ જશે દેશ સાફ થઈ જશે. બધાને રોજગાર મળશે, મહિલાઓ ખૂશ થશે, ખેડૂતોની પાસે પાણી આવશે દિલવાલે દુલ્હનિયા ટાઈપ પરંતુ અઢી વર્ષ બાદ ખબર પડી કે ફિલ્મ શોલે ના ગબ્બર આવ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું પૈસાદારોને નહી અમે ગરીબ-ખેડૂતોને પૈસા આપશું. રાહુલ ગાંધીએ કહ્યું વિજય માલ્યા જેવા ચોરને આ સરકાર પૈસા આપે છે. વિજય માલ્યા દારૂ વહેંચે છે. દારૂ વહેંચનારને પીએમ મોદી પૈસા આપે છે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ વખત પ્રિયંકા ચૂંટણીના મેદાનમાં જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધી પોતાના ભાઈ અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. યૂપી ચૂંટણીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જે રીતે સાથે ચાલી રહ્યા છે, તેમાં પ્રિયંકા ગાંધીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે.
પ્રિયંકા ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું અહીયાના યુવાનો નેતા બની શકે છે, કારણ કે તેમા યોગ્યતા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું મોદીએ જે રીતે તાળી પાડીને નોટબંધી કરી અને મહિલાઓની બચતને બહાર ફેંકાવી દિધી આ પણ મહિલાઓ પર અત્યાચાર છે. પીએમ એકદમ ખોટા વાયદાઓ કરે છે, ત્રણ વર્ષથી સરકારમાં છે, વારાસણી માટે કઈ નથી કર્યું. જ્યારે રાજીવ ગાંધી પીએમ હતા, ત્યારે અમેઠીનો ખૂબ જ વિકાસ થયો છે. તેમણે કહ્યું, વિકાસ શુ છે તે અમેઠીના લોકોને પૂછો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -