UP: રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7નાં મોત, મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય
મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટના સવારે 6 વાગે બની હતી. આ સમયે લોકોએ તીવ્ર ઝટકો અનુભવ્યો હતો. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ ટ્રેનના છ પાટા ડબ્બા પરથી ઉતરી ગયા હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટના સ્થળ પર પહોંચી જઈને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. દિલ્હી-માલદા ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા હરચંદપુર રેલવે સ્ટેશનથી થોડે દૂર પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં હાલ 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 35 લોકો ઘાયલ થયા છે અને 9 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની માહિતી મેળવી છે અને ડીએમ, એસપીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાનો આદેશ કર્યો હતો. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -