બિહાર: RLSPની રેલી પર પોલીસનો લાઠીચાર્જ, ઉપેંદ્ર કુશવાહા ઇમર્જન્સી વાર્ડમાં દાખલ
કાર્યકર્તાઓએ પોલીસની વાતને અવગણતા રોષે ભરાયેલી પોલીસે ડંડાવાળી કરી હતી. પોલીસે વોટર કેનનથી પાણીનો મારો પણ કર્યો હતો. પાણીના મારાથી બચાવવા કાર્યકર્તાઓએ ઉપેન્દ્ર કુશવાહાને ઘેરીને રાખ્યા હતા પરંતુ તેમને માથા,પગ અને હાથે ઇજા પહોંચી હતી. આ ધમાલમાં ઉપેન્દ્ર કુશવાહા ઘાયલ થયા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. બાદમાં ઉપેન્દ્ર કુશવાહાને બ્લડપ્રેશર વધી જવાને લીધે પણ હોસ્પિટલના ઇમર્જન્સી વાર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટના: રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી તરફથી શિક્ષણમાં સુધારની માંગને લઈને શનિવારે કાઢવામાં આવેલી આક્રોશ માર્ચમાં સામેલ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન પોલીસના લાઠીચાર્ઝમાં આરએલએસપી પ્રમુખ અને પૂર્વ કેંદ્રીય મંત્રી ઉપેંદ્ર કુશવાહા સહિત ઘણા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. પોલીસના અનુસાર, આરએલએસપીના કાર્યકર્તાઓએ પૂર્વ મંત્રી કુશવાહાના નેતૃત્વમાં આક્રોશ રેલી કરી હતી.
શનિવારે RLSP પાર્ટીના અધ્યક્ષની આગેવાનીમાં જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલી બિહારમાં શિક્ષણમાં પરિવર્તનને લઇને આયોજીત કરવામાં આવી હતી. RLSPના કાર્યકર્તાઓ રેલી આયોજીત કરીને રાજ્યપાલને વિજ્ઞાપન સોંપવા આગળ વધી રહ્યા હતા ત્યારે જ તેમની રેલીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -