‘રામના નામ પર’ 134 કરોડ રૂપિયા ખર્ચ કરશે યૂપીના CM યોગી આદિત્યનાથ
અયોધ્યામાં રામલલાના મંદિર બાદ બીજી સૌથી વધુ ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થળ હુમાન ગઢી મંદિર છે. તેનો રસ્તો 11 કરોડના ખર્ચે બનશે અને રામ કાઠ ગૈલરી પર 6 કરોડ ખર્ચ થશે. આ મામલે વિપક્ષનું કહેવું છે કે, રામ માટે નહીં પરંતુ રામના નામે મળતા રાજનીતિક લાક્ષ માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાત્ર રામ જ નહીં, સરયૂના કિનારે લક્ષ્મણ ઘાટને પણ અંદાજે 9.75 કરોડ રૂપિયાના ખર્ચે ફરીથી બનાવવામાં આવશે. નાની દિવાળીના દિવસે સરકાર ભગવાન રામના અયોધ્યા આવવાના અવસર પર સરયૂના તટ પર અંદાજે બે લાખ દિવડા કરશે. તેવી જ રીતે સરયૂની પાસે જ રામ કી પૈડીને 12.5 કરોડના ખર્ચે નવેસરથી બનાવવામાં આવશે. રામ કી પૈડીથી અયોધ્યાની સ્કાઈલાન સૌથી સુંદર દેખાય છે. અહીં એક લાઈનમાં મંદિર છે, તેની નીચે પાક્કા બનેલ ઘાટ અને તની નીચે વહેતુ સરયૂ નદી. અહીં તમામ મંદિરોને રોશનીથી પ્રકાશિત કરવા માટે જમીનમાં એવી લાઈટ લગાવવામાં આવશે જે સમગ્ર ઇમારતને રોશન કરશે.
તેવી જ રીતે કનક ભવન અને દશરથ મહલનો પણ જીર્ણોદ્ધાર અંદાજે 11.5 કરોડના ખર્ચે કરવામાં આવશે. એવી માન્યતા છે કે કનક ભવનમાં ભગવાન રામ અને દશરથ મહલમાં તેના પિતા રાજા દશરથ ખુદ રહેતા હતા.
અયોધ્યા આવનારા લાખો તીર્થયાત્રી રામલલાના મંદિરે તો જાય છે, પરંતુ એ ગુપ્તાર ઘાટ પર નથી જતા જ્યાં ભગવાન રામે જળ સમાધિ લીધી હતી. હાલમાં અહીં 19મી શતાબ્દીની શરૂઆતમાં રાજા દર્શન સિંહ દ્વારા બનાવવામાં આવેલ ઘાટ છે જેના ઉપર એક વિશાળ સીતા-રામ મંદિર છે. સરકાર 37 કરોડથી વધારે ખર્ચ કરીને તેને નવેસરથી જૂના આર્કિટેક્ચર સાથે બનાવશે.
લખનઉઃ યૂપીની યોગી સરકારની અયોધ્યામાં રામના નામ પર 134 કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે. આ રકમ તેને કેન્દ્ર સરકાર તરફથી મળશે જેનાથી તે અયોધ્યાને સજાવવશે. ખાસકરીને ભગવાન રામનો મહેલ, રાજા દશરથનો મહેલ અને રામની જળ સમાધિવાળો ઘાટનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. ઉપરાંત શહેર અને તીર્થ યાત્રિઓ માટે પણ અનેક યોજનાઓ છે. તેની જાહેરાત નાની દિવાળીના દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં કરશે. એ દિવસે અયોધ્યામાં એવી દિવાળી મનાવવામાં આવશે જેવી ત્રેતામાં રામના આવવા પર મનાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -