શું પીએમ મોદીની કાનપુર રેલી પહેલા યૂપી માટે મોકલવામાં આવી 5000 કરોડ રૂપિયાની રોકડ?
સમાચાર અનુસાર રાજ્યના કેટલાક સાંસદોએ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને કહ્યું હતું કે, રોકડની હાલાકીથી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની આશા પર પાણી ફરી શકે છે. ઉત્તર પ્રદેશમાં વિતેલા કેટલાક સમયથી લોકો રોકડની હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, શનિવારે રોકડની હાલાકીનો સામનો કરી રહેલ ઉત્તર પ્રદેશને ભારતીય રિઝર્વ બેંક તરફથી 5000 કરોડ રૂપિયા મળ્યા હતા. રિઝર્વ બેંકે કાર્ગો વિમાનના માધ્યમથી આ રોકડ ઉત્તર પ્રદેશ પહોંચાડી.
આ મામલે હવે રાજનીતિ ગણ ગરમાઈ છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે સોમવારે પીએમ મોદીની કાનપુરમાં રેલી છે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભાજપનું કહેવું છે કે, બેંકના આ નિર્ણયથી પીએમની રેલી સાથે કંઇ લેવાદેવા નથી.
નવી દિલ્હીઃ સમાચરા છે કે, પીએમની કાનપુર રેલી પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઉત્તર પ્રેદશમાં 5000 કરોડ રૂપિયાની રોકડ મોકલી છે. શનિવારે RBIએ લખનઉ, કાનપુર અને વારાણસી સહિત પૂર્વ યૂપી માટે રોકડ મોકલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -