યોગીનું નાટક, દલિત પરિવારને ત્યાં જમવા ગયા ને હોટલમાંથી મંગાવ્યું ભોજન
યોગી સરકારમાં મંત્રી સુરેશ રાણા જ્યારે અલીગઢમાં એક દલિતના ઘરે ભોજન લેવા પહોંચ્યા તો ખરાં પરંતુ તે અને તેમની સાથે આવેલા તમામ માટે હોટલમાંથી જમવાનું મંગાવવામાં આવ્યું હતું અને મંત્રી સહિતના લોકોએ એ ભોજન જમ્યા હતાં. આમ દલિતોની પડખે ઉભી હોવાની છાપ ઉપસાવવાની તનતોડ મહેનત કરી રહેલી ઉત્તર પ્રદેશ સરકાર માટે આ દાવ ઉંધો પડી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલીગઢના તહસીલ ખેર વિસ્તારમાં યોગી સરકારના મંત્રી સુરેશ રાણા લાવ લશ્કર સાથે પહોંચ્યાં હતાં. અહીં તેમણે દલિતના ઘરે ભોજન લીધું હતું. પરંતુ ભોજનમાં નેતાજીએ સલાડ, દાલ-મખની, પાલક-પનીર, છોલે-ચાવલ, પાલક-પનીર, અડધની દાળ, મિક્સ વેજ, રાયતા, બુંદી, તંદૂરી રોટી ઉપરાંત મિઠાઈમાં ગુલાબ-જાંબુ, કોફી અને મિનરલ વોટરની લિજ્જત માણી હતી.
ભાજપ ઈચ્છે છે કે, સરકારના મંત્રી દલિતના ભોજન લે અને તેમના ઘરે રાતવારસો પણ કરે. પરંતુ સુરેશ રાણાએ દલિતના ઘરે રાતવારસો કરવાના બદલે સુવિધાથી સભર એવા સામુદાયિક કેન્દ્રમાં કર્યો હતો. સુરેશ રાણાના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે. દલિતોને મનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ માટે હવે દાવ ઉલટો પડી ગયો છે.
દલિતોના મુદ્દે ઘેરાયલ ભાજપએ હવે તેમને મનાવવાનો પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશ સરકારના એક પછી એક મંત્રીઓ દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લઈ તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ યોગી આદિત્યનાથ આમ કરી ચુક્યાં છે. પરંતુ હવે એક નવો જ વિવાદ સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં દલિત પરિવારના ઘરે જઈને ભોજન લીધું હતું. જોકે યોગીના આ નિર્ણયને લઈને વિવાદ સર્જાયો હતો. તે સમયે એવી વાત બહાર આવી હતી કે યોગી માટે રોટલી તેમની જ મંત્રી સ્વાતિ સિંહે બનાવી હતી. સ્વાતિ સિંહ ઠાકુર જાતિના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -