ઉત્તર પ્રદેશઃ યોગી આદિત્યનાથ સરકારે મહાપુરુષોના નામ પર મળતી રજા કરી બંધ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, વિતેલી 14 એપ્રિલને આંબેડકર જયંતીના એક કાર્યક્રમમાં પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આટલી બધી રજા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાપુરુષોના જન્મદિવસે રજાની જગ્યાએ એ દિવસે મહાપુરુષોના જીવન વિશે બાળકોને જણાવવું જોઈએ. તેનાથી તેમના જીવનમાંથી પ્રેરણા પણ મેળવશે અને ત્યાર બાદ પોતાનો અભ્યાસ પણ કરી શકશે. યૂપીમાં એવી રજાઓ છે જે ધરતી પર બીજે ક્યાંય નથી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના જન્મદિવસની રજા બિહારમાં નથી, પરંતુ યૂપીમાં હોય છે. કહેવાય છે કે, મોટાભાગના મહાપુરુષોની રજાનો ઉદ્દેશ તેમની જાતિને ખુશ કરવાનો છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ...કઈ કઈ રજા મળતી હતી યૂપીમાં.....
લખનઉઃ યૂપી કેબિનેટે મહાપુરુષોના જન્મદિવસ અને પુણ્યતિથિ પર મળતી તમામ રજાઓ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે જે મહાપુરુષોની જયંતી પર રાષ્ટ્રીય સ્તરે રજા હોય તે રજા ચાલુ રહેશે, પરંતુ યૂપીમાં અલગ અલગ રાજ્ય સરકારના આદેશ પર મળતી આ પ્રકારની રજા ખત્મ કરવામાં આવી છે. હાલમાં યૂપીમાં સરકારી કર્મચારીઓને વર્ષમાં 194 રજા મળે છે, જેમાંથી 40 પબ્લિક હોલીડે છે. યૂપીમાં અનેક રજાઓ એવી હોયછે, જે વિશ્વમાં ક્યાંય નથી હોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -