ઉત્તરાખંડ સરકારે કેદારનાથ પૂર પીડિતોનાં ફંડમાંથી વિરાટને આપ્યા 47 લાખ રૂપિયા
સુરેન્દ્ર કુમારે આગળ જણાવ્યું કે, હું સંબંધિત વિભાગમાંથી કોહલીને આપેલા ચેકની માહિતી લઈશ. હું પોતે આ વાતની તપાસ કરીશ. જો ક્રિકેટરના પ્રતિનિધીનું કહેવું છે કે પૈસાની ચુકવણી નથી થઈ તો તેની ચોક્કસ તપાસ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીના આરોપોને ફગાવતાં તેમણે કહ્યું કે, બીજેપીના આરોપો આધારવિહોણા છે. બીજેપી ઈલેકશન હારી રહી છે માટે હતાશા આ રીતે કાઢી રહી છે. કેદારનાથમાં થયેલી હોનારત પછી ફરીથી વિકાસ કાર્યોને પાટા પર લાવવા માટે સરકારે કેટલી મહેનત કરી છે.
વિરાટ કોહલીના એજન્ટને જયારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સરકાર તરફથી કોઈ પણ પૈસાની લેવડદેવડ નથી થઈ. આનાથી વધારે કોઈ જ વાતની જાણકારી અમારી પાસે નથી. મુખ્યમંત્રી હરીશ રાવતના મીડિયા પ્રભારી સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે, જે પણ કરવામાં આવ્યું તે કાયદાકીય રીતે કરવામાં આવ્યું છે. પર્યટન રાજયની અર્થવ્યવસ્થાનો આધાર રહ્યું છે. તેને પ્રોત્સાહન આપવા માટે કોઈ ફેમસ ફેસનો ઉપયોગ કરવામાં આવે તેમાં ખોટુ શું છે?
ઉલ્લેખનીય છે કે, કોહલીએ જૂન ૨૦૧૫માં પ્રદેશમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે એક જાહેરખબરમાં કામ કર્યુ હતુ. તે સમયે કોહલીને ત્યાંનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.
દેહરાદુનઃ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા જ હરીશ રાવત સરકાર વિવાદમાં આવી છે. એક આરટીઆઈથી ખુલાસો થયો છે કે, ઉત્તરાખંડ સરકારે 60 સેકંડના ટૂરિઝમ વીડિયો માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટેન વિરાટ કોહલીને વર્ષ 2015માં 47.19 લાખ રૂપિયા કેદારનાથ રિલીફ ફંડમાંથી આપવામાં આવ્યા. વર્ષ 2013માં આપેલ પૂર પાદ પીડિતો માટે આ ફંડ બનાવવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -