ઉત્તરપ્રદેશના કાસગંજમાં ભડકી હિંસા, બે બસોને ચાંપી આગ, 40ની ધરપકડ
યૂપીના એડીજી આદંન કુમારે જણાવ્યું કે 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે. કાસગંજમાં આરએએફ સહિત પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉ: પ્રજાસત્તાક દિવસે ઉત્તરપ્રદેશના કાસગંજમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ હિંસક બની ગઈ હતી. તિરંગા રેલી બાદ હિંસામાં મૃત્યુ થયેલા યુવકના અંતિમ સંસ્કાર બાદ લોકોનું મોટું ટોળું આજે ફરી હિંસા પર ઉતરી આવ્યું હતું. એક જૂથે શહેરના મુખ્ય માર્કેટના કેટલાક દુકાનોમાં આગ ચાંપી દીધી તો બીજા જૂથે ત્યાંથી થોડેક દૂર આવેલી દુકાનોમાં તોડફોડ કરી અને બે બસોને આગના હવાલે કરી દીધી હતી.
તંત્રએ એતિહાતન જિલ્લાની તમામ સીમાઓને બંધ કરી દીધી છે અને કાસગંજમાં આવતા-જતા વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પોલીસે જણાવ્યું કે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ ગણતંત્ર દિવસે કાઢવામાં આવેલી બાઈક રેલી પર પથમારો કર્યો હતો.જેના બાદ હિંસા ભડકી હતી.
જણાવી દઈએ કે વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કાઢવામાં આવેલી તિરંગા રેલી પર ગઈકાલે પથરાવ થયો હતો. જેના બાદ હિંસા ભડકી હતી જેમાં બંન્ને જૂથોની ફાઈરીંગમાં 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું અને બે યુવકો ઘાયલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -