PM મોદીનો ભરોસો, RSSની પસંદગી, આ 5 વાતોના કારણે થઈ વેકૈંયા નાયડૂની પસંદગી, જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In App1980થી 1983 વચ્ચે નેશનલ ભાજપ યૂથ વિંગના ઉપાધ્યક્ષ, આંધ પ્રદેશ 1980થી 85 વિધાનસભામાં ભાજપના નેતા પ્રતિપક્ષ, 1988થી 1993 વચ્ચે આંધ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, 1993થી 2000 સુધી નાયડૂ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. 2002માં તેઓ પ્રથમ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. 2004માં પણ તેઓ બીજી વખત અધ્યક્ષ બન્યા.
સંધ અને ભાજપની બેઠક બાદ ખબર હતી કે ભાજપ ઈચ્છતુ હતું કે કોઈ એવો ચહેરો આગળ આવે જે સંધ અને ભાજપની વિચારધારાને સમજી શકે. નાયડૂ 1975 દરમિયાન ઈમરજંસીમાં જેલમાં પણ ગયા હતા. 1977થી 1980 સુધી તેઓ જનતા પાર્ટીના સમયમાં તેઓ યૂથ વિંગના પ્રમુખ પણ રહ્યા હતા. 1978માં તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.
વેંકૈયા નાયડૂ ચાર વખત રાજ્ય સભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ રાજસ્થાનથી સાંસદ છે. નાયડૂ રાજ્યસભામાં પ્રથમ વખત 1998માં ચૂંટાયા હતા, ત્યારબાદ તેઓ 2004, 2010,2016માં રાજ્યસભાના સાંસદ બન્યા. આ સાથે જ વેકૈંયા નાયડૂ ધણી બધી કમિટિઓના સદસ્ય પણ રહી ચુક્યા છે.
વેંકૈયા નાયડૂ આંધ પ્રદેશથી આવે છે. એનડીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પહેલા જ ઉત્તર ભારતના રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી ચુક્યું છે. સમગ્ર દેશમાં પોતાને મજબૂત કરવાની કોશિશ કરતી ભાજપાએ દક્ષિણ ભારતમાં મજબૂતી વધારવા માટે નાયડૂ પર પસંદગી ઉતારી છે.
નવી દિલ્લી: એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું છે. વેકૈયા નાયડુ પર સહમતી સધાઈ છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે દિલ્લી ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી. અમિત શાહે વેકૈંયા નાયડૂના નામની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -