‘આઈ લવ યૂ’ બોલીને ઉત્તેજિત કરતી હતી રાધે માં, વાત ન માની તો બોલતી હતી ગાળો
જસ્ટિસ દયા ચૌધરીની એકમાત્ર બેન્ચે સુરેન્દ્ર મિત્તલની ફરિયાદ પર કાર્યવાહી કરતા એસએસપીને આ નોટિસ મોકલી હતી. આ મામલે સુનવણી 13 ઓક્ટોબરના રોજ થશે. રામ રહીમ પછી હવે સુખવિન્દ્ર કૌલ ઉર્ફે રાધે મા સમાચારોમાં આવી છે. આસારામ બાપુ પણ રેપના આરોપમાં જેલમાં બંધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટસ અનુસાર, સુરેન્દ્ર મિત્તલે અરજી દાખલ કરવાના છે કે, રાધે મા તરફથી તેમને સતત ધમકી મળી રહી છે કે તેઓ તેની વિરુદ્ધ ન બોલે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પંજાબ અને હરિયાણા કોર્ટે કપૂરથલા જિલ્લાના એસએસપીને નોટિસ જાહેર કરીને પૂછ્યું હતું કે, સ્વઘોષિત દેવી રાધે માની વિરુદ્ધ એક્શન ન લેવાના મામલે તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે કે તેમને આ મામલો કેમ ન લીધો.
મિત્તલે કહ્યું કે, આ ઘટના બે વર્ષ જૂની છે. મારા વકીલે તેને એક નોટિસ પણ મોકલી છે. હવે અમને તેમની વિુરદ્દધ કોર્ટની અવમાનના કરવાનો કેસ દાખલ કરીશુ. હુ ઈચ્છું છું કે, હાઈકોર્ટ આ મામલાને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તે ખોટી ઓળખ બનાવીને ફરી રહી છે. ખાસ કરીને બાબા અને સ્વામીઓને અસલિયત સામે લાવવી જોઈએ.
સુરેન્દ્ર મિત્તલે રાધે મા પર આરોપ લગાવ્યો છે કે, તેમણે મિત્તલને શારીરિક સંબંધ બનાવવા માટે ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરેન્દ્ર મિત્તલનું કહેવું છે કે, રાધે મા મને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરતી હતી. તે સતત આઈ લવ યુ કહેતી રહેતી હતી, પરંતુ મને ઉત્તેજિત કરવામાં સફળ ન થઈ શકી. જ્યારે મેં ઈન્કાર કર્યો તો તેણે ગાળો આપતી હતી.
નવી દિલ્હીઃ ગુરમીમ રામ રહીમ જેલ ગયા બાદ હવે આસારામથી લઈને રાધે માં પર એક પછી એક સમાચાર આવવા લાગ્યા છે. એક બાજુ આસારામના કેસમાં સુપ્રીમ કોર્ટે ધીમી સુનાવણીને લઈને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી તો હવે રાધે માંને લઈને વિશ્વ હિન્દૂ પરિષદ (વીએચપી)ના સભ્ય રહેલ સુરેન્દ્ર મિત્તલે ગંભીર આરોપ લગાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -