3250 કરોડની 'સ્વીટ ડીલ', ICICI બેન્ક-વીડિયોકૉન લૉન મામલે ચંદા કોચર પર સવાલ ઉઠ્યા
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયોકૉન ગ્રુપને આઇસીઆઇસીઆઇ બેન્કરે 3,250 કરોડની લોન આપી હતી. આ લોન પૂરી ભરપાઇ નથી થઇ. પછીથી વીડિયોકૉનની મદદથી બનેલી એક કંપની આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી અને સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની આગેવાનીના એક ટ્ર્સ્ટના નામે કરી દેવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્કના બોર્ડે કહ્યું કે એપ્રિલ 2012માં બેન્કોના એક કોન્સોર્ટિયમે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. આ કોન્સોર્ટિયમની આગેવાની આઇસીઆઇસીઆઇ બેન્કે કરી ન હતી. બેન્કની રૂ.3,250 કરોડની લોન કુલ કોન્સોર્ટિયમની લોનનો માત્ર 10 ટકા ભાગ હતી.
આઇસીઆઇસીઆઇ બેન્કના બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેને બેન્કના એમડી ચંદા કોચર પર સંપૂર્ણ વિશ્વાસ છે. મીડિયામાં આવેલા આ સમાચાર માત્ર અફવા છે. બોર્ડે કહ્યું કે અમે લોન મંજૂર કરવાની બેન્કની આંતરિક પ્રક્રિયાને ફરીવાર ચકાસી છે. આ પ્રક્રિયા પૂરી રીતે મજબૂત છે. ચંદા કોચરની બાબતમાં હિતોનો કોઇ ટકરાવ થયો નથી.
સપ્ટેમ્બર 2012: પુંગલિયાએ ધૂત પાસેથી મળેલી સુપ્રીમ એનર્જી કંપનીનો હિસ્સો દીપક કોચરની આગેવાનીવાળા પિનેકલ એનર્જી ટ્રસ્ટના નામે કરી દીધો. 94.99 ટકા હોલ્ડિંગના શેર્સ સાવ 9 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરી દીધા. આ રીતે સુપ્રીમ એનર્જીથી મળેલી 64 કરોડ રૂપિયાની લોનનો કોઇ અર્થ રહ્યો નહિ.
નવી દિલ્હીઃ નીરવ મોદી બાદ બીજુ એક બેન્ક કૌભાંડ બહાર આવ્યું છે. દેશની પ્રાઇવેટ બેન્કોમાંની એક આઇસીઆઇસીઆઇ (ICICI) બેન્કની સીએમડી ચંદી કોચર ગંભીર આરોપોથી ઘેરાઇ ગઇ છે. આરોપ છે કે ચંદા કોચરની બેન્કે તે વીડિયોકૉન કંપનીને લૉન આપી જેના માલિક વેણુગોપાલ ધૂતની સાથે ચંદા કોચરના પતિ વ્યાપારીક સંબંધો ધરાવે છે. વીડિયોકૉન એ બિઝનેસ છે જેનું લૉન એકાઉન્ટ 2017 માં એનપીએ જાહેર કરવામાં આવી ચૂક્યું છે.
નવેમ્બર 2010: દાવો છે કે તે પછી ધૂતે કોચરની ન્યુપાવર કંપનીને લોન આપનારી સુપ્રીમ એનર્જીમાં પોતાનો હિસ્સો મહેશચંદ્ર પુંગલિયાને આપી દીધો.
માર્ચ 2010: આરોપ છે કે ધૂતે ન્યૂપાવર કંપનીને પોતાના ગ્રુપની કંપની સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ મારફત 64 કરોડ રૂપિયાની લોન આપી.
જાન્યુઆરી 2009: ધૂતે આ કંપનીમાં ડાયરેક્ટરનો હોદ્દો છોડી દીધો. તેમણે અઢી લાખ રૂપિયામાં પોતાના 24,999 શેર્સ પણ ન્યૂપાવરમાં ટ્રાન્સફર કરી દીધા.
ડિસેમ્બર 2008: વીડિયોકોન ગ્રુપના માલિક વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની સાથે મળીને એક કંપની ન્યુપાવર રીન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ બનાવી. તેમાં ચંદા કોચરના પરિવાર અને ધૂતનો હિસ્સો 50-50 ટકા હતો. દીપક કોચરને આ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા.
એપ્રિલ 2012: ઇન્ડિયન એક્સપ્રેસના રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે `વીડિયોકૉન ગ્રુપની પાંચ કંપનીઓને એપ્રિલ 2012માં 3,250 કરોડની લોન અપાઇ હતી. ગ્રુપે આ લોનમાંથી 86 ટકા એટલે કે 2,810 કરોડ રૂપિયા નથી ચૂકવ્યા. તે પછી લોનને 2017માં એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ) જાહેર કરવામાં આવી.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -