જ્યારે PoKમાં આતંકી કેમ્પો પર ભારતીય સૈન્યએ કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક, પ્રથમવાર સામે આવ્યો વીડિયો
ભારતીય સૈન્ય તરફથી સર્જિકલ સ્ટ્રાઇકની બાદ ચર્ચા કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. ત્યારે કોગ્રેસના અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીએ કહ્યુ હતું કે, કોગ્રેસ આ તબક્કે સરકારની સાથે છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૈન્યની કાર્યવાહીના વખાણ કર્યા હતા સાથે તેમણે સૈન્ય પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા પણ માંગ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, પાકિસ્તાન સૈન્યએ નિવેદન આપીને સર્જિકલ સ્ટ્રાઇકની વાતનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, ભારત સરહદ પરની ગોળીબારને સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી રહ્યું છે. પાકિસ્તાની સૈન્યએ ભારતીય ગોળીબારમાં પોતાના બે જવાનો માર્યા ગયાની પુષ્ટી કરી હતી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે ભારતીય સૈન્યની આ કાર્યવાહીની નિંદા કરતા માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
નવી દિલ્હીઃ લગભગ બે વર્ષ અગાઉ ભારતીય સૈન્યના જવાનોએ પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે કઇ રીતે જવાનોએ કોઇ પણ ચૂક વિના આતંકીઓના અડ્ડાઓનો ખાત્મો કર્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન ભારતીય સૈન્યએ રોકેટ લોન્ચર, મિસાઇલો અને નાના હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલો ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સૈન્યના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમા કરવામાં આવ્યો હતો.
2016માં 28-29 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતના તત્કાલિન ડીજીએમઓ લેફ્ટિનન્ટ જનરલ રણબિર સિંહે 29 સપ્ટેમ્બરની બપોરે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય સૈન્યએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇકની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાનના ડીજીએમઓને છેલ્લી રાત્રે સર્જિકલ સ્ટ્રાઇકની જાણકારી આપી હતી.
પાકિસ્તાન તરફથી ઉરી પર 18 સપ્ટેમ્બર 2016માં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સૈન્યએ પીઓકેમાં ત્રણ કિલોમીટર અંદર જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ દરમિયાન ભારતે પાકિસ્તાનની જમીન પર આવેલા આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. પાકિસ્તાનમાં આવેલા આ લોન્ચિંગ પેડને ભારતીય સૈન્યએ પોતાના હુમલામાં તબાહ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -