વિજય માલ્યા દેશનો પ્રથમ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર, જપ્ત થશે સંપત્તિ
માર્ચ 2016માં બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યા પર બેંકોના 9000 કરોડ રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ છે. ગયા વર્ષે 10 ડિસેમ્બરે લંડનની કોર્ટે વિજય માલ્યાના પ્રત્યર્પણ અંગે ભારતના પક્ષમાં નિર્ણય કર્યો હતો. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે માલ્યાને ભારત મોકલવાની પરવાનગી આપી દીધી હતી. માલ્યા પાસે પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવા માટે 14 દિવસનો સમય હશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય તપાસ એન્જસીઓ માલ્યાને ભારત લાવવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ પીએમએલએ અંતર્ગત બનેલી સ્પેશિયલ કોર્ટે શનિવારે મુંબઈમાં શરાબ કારોબારી વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. જેના કારણે વિજય માલ્યા દેશનો પ્રથમ ભાગેડુ આર્થિક ગુનેગાર બની ગયો છે. આ કાનૂનમાં તપાસ એજન્સીઓને ગુનેગારની તમામ સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર છે. હવે ઈડી કર્ણાટક. ઇંગ્લેન્ડ અને અન્ય જગ્યાએથી વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લઈ શકે છે.
માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને ન મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે. આ પહેલાં વિજય માલ્યાએ ડિસેમ્બર મહિનામાં તેને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડી દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર પણ રોક લગાવવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે માલ્યાની આ અરજી ફગાવી દીધી હતી. હવે નિયમ પ્રમાણે સરકાર વિજય માલ્યાની સંપત્તિ પણ જપ્ત કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -