રાહુલ ગાંધી બાદ વિજય માલ્યાનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, અનેક વિગતો કરી જાહેર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલ્યાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શુક્રવારે સવારે અનેક ટ્વિટ કરવામાં આવ્યા. તેમાં કેટલાક આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યા. ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ માલ્યાના અલગ અલગ બેંક એકાઉન્ટ્સના આઈડી અને પાસવર્ડ છે. સાથે જ કેટલાકી ફાઈલ્સ પણ અપલોડ કરવામાં આવી છે જેમાં માલ્યાની વિદેશમાં રહેલી સંપત્તિની વિગતો છે.
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ થયા બાદ હવે ભાગેડુ કારોબારી વિજય માલ્યાનું ટ્વિટર એકાઉન્ટ પર હેક થયું છે. માલ્યાએ કહ્યું કે, તેને બ્લેકમેઇલિંગ કરવાના હેતુથી આમ થયું છે. વિજય માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તેમનું એકાઉન્ટ હેક થયું છેઅને તેમના નામે કોઈ ટ્વિટ થાય તો ઇગ્નોર કરવી.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાનું ટ્વિટર એકાઉન્ટ લિજન ગ્રુપે હેક કર્યું છે. આ એ જ ગ્રુપ છે જેણે રાહુલ ગાંધી અને કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -