મધ્યપ્રદેશ: શાજાપુરમાં જુલુસ દરમિયાન જૂથ અથડામણ, બાઇક અને દૂકાનોને આગચંપી, કલમ 144 લગાવવામાં આવી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાજાપુર: મધ્યપ્રદેશના શાજાપુરમાં મહારાણા પ્રતાપ જયંતીના અવસર પર બે જૂથો આમને સામને આવી જતા ભારે હિંસા ભડકી ઊઠી હતી. હિંસક બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને અનેક ગાડીઓને પણ સળગાવી દીધી હતી. સાથે કેટલીક દુકાનોને પણ આગને હવાલે કરી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાને લઇને તંત્રએ શહેરમાં ધારા 144 લગાવી દીધી છે. પોલીસ અધિકારી અનુસાર સ્થિતિ હવે કાબૂમાં છે.
પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા અનુસાર ઘર્ષણ એ વખતે શરૂ થયું જ્યારે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા રસ્તા પરથી એક જુલૂસ નિકળી રહ્યું હતું. તે સમયે કેટલાક અસામાજિક તત્વોએ પથરાવ કર્યો હતો. તેના બાદ બે સમૂહ હિંસા પર ઉતરી આવ્યા હતા અને કેટલીક બાઇક્સ સળગાવી દીધી હતી. હિંસાને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસના ગોળા પણ છોડ્યા હતા. બાદમાં સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -