આંખ મારવાવાળા સીન પર મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરે શું કહ્યું, જાણો વિગત
પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ 'Oru Adaar Love'નું સોન્ગ 'Manikya Malaraya'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીડિયોમાં જોવા મળતી આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. 18 વર્ષની પ્રિયા વારિયલ કેરલના ત્રિશૂરની રહેવાસી છે. તે ત્રિશૂરના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે.
પોતાની હોબી વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે તે ક્લાસિકલ ડાન્સર છું, જ્યારે સાથે સાથે કર્નાટક મ્યૂઝિક પણ શીખી રહી છું. પ્રિયાએ કહ્યું કે, સોંગ ગાવું તેના ડાન્સ પછી બીજો લવ છે.
મલયાલમ અભિનેત્રી પ્રિયાએ જણાવ્યું હતું કે, હાં મેં આ વીડિયો જોયો છે, સારો લાગે છે કે સેલિબ્રિટી લોકોની સાથે પણ ટ્રોલ્સ આવી ગઈ છે. મલયાલમ પ્રિયા પ્રકાશનો વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળી હતી.
સોંગમાં પ્રિયાની આંખો સાથે જોડાયેલ સીન પર પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં પ્રિયાએ કહ્યું હતું કે, આંખ મારવાવાળો સીન અમારો કોઈ પહેલાંથી તૈયાર કરેલ સીન નથી અને પ્રેક્ટિસ કરી હોય તેવો સીન પણ નથી. તેણે જણાવ્યું હતું કે, આ સીન બહુ સારો રહ્યો હતો અને અમારા ડાયરેક્ટરે એક જ વારમાં ઓકે કરી દીધો હતો.
પ્રિયાને પૂછવામાં આવ્યું હતું કે તમે વિદ્યાર્થી છો, કોલેજ જઈ રહ્યા છો, મિત્રો છે, ટીચર્સ છે તો બધાં આ વીડિયો જોયા બાદ કેવું રિએક્ટ કરી રહ્યા છે? તેના જવાબમાં પ્રિયાએ જણાવ્યું હતું કે મારાં ટીચર્સ બહુ જ પ્રાઉડ ફિલ કરી રહ્યાં છે અને મને બધાં બહું જ સપોર્ટ કરી રહ્યાં છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેની ખાસ વાત એ પણ છે કે આ વીડિયો વેલેન્ટાઈન-ડે પર જ રીલિઝ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલ પ્રિયા અને તેના સહ-કલાકાર રોશન મોહમ્મદની કેમિસ્ટ્રીએ કરોડો યુવાઓના ઘાયલ કર્યા છે. આ અંગે પ્રિયા પ્રકાશ વારિયરે એક ખાનગી ચેનલ સાથે ઈન્ટરવ્યૂ આપ્યું હતું.
મુંબઈ: હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર છવાઈ ગઈ છે. વેલેન્ટાઈન ડેના આગલા દિવસે પ્રિયા પ્રકાશની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. 18 વર્ષિય પ્રિયા પ્રકાશ વારિયર રાતો રાત સોશિયલ મીડિયાને કારણે છવાઈ ગઈ છે. એક નાનકડાં વીડિયો ક્લિપથી આ સમગ્ર કમાલ થયો છે. આ સોંગ તેની આગામી મલયાલમ ફિલ્મ ‘ઔર અદાર લવ’નું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -