આપણે પાકિસ્તાન સામે તમામ યુદ્ધ જીત્યાં, હવે વાતચીત જ રસ્તોઃ મહેબૂબા મુફ્તી
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે સુંજવા આર્મી કેમ્પ પર લશ્કર-એ-તોયબાના આતંકીઓએ હુમલો કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા જ્યારે એક આમ આદમીએ જીવ ગુમાવ્યો છે. સેનાનું આપેરેશન આશરે 51 કલાક ચાલ્યું હતું. આ ઘટના બાદ આજે સાંજે રક્ષા મંત્રી નિર્મલા સીતારામને જમ્મુની આર્મી હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભામાં બોલતા સીએમ મહેબૂબાએ કહ્યું કે, “દુર્ભાગ્યવશ કેટલાક મીડિયા હાઉસે એવો માહોલ બનાવી દીધો છે કે જો અમે વાતચીતની વકાલત કરીએ તો અમને એન્ટી નેશનલ ગણાવી દેવામાં આવશે, પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકો તેનાથી પીડિત છે. યુદ્ધ નહીં વાતચીત જ વિકલ્પ છે. આપણે અત્યાર સુધી પાકિસ્તાન સામે લડેલા તમામ યુદ્ધ જીત્યા છે પરંતુ આજે પણ વાતચીત ઉપરાંત અન્ય કોઇ વિકલ્પ નથી.”
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી એક વખત પાકિસ્તાન સાથે વાતચીતનો મુદ્દો ઉઠાવ્યો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં રાજ્યમાં સતત વધી રહેલી આતંકી ઘટનાઓ અને સીમા પારથી થઈ રહેલા ફાયરિંગ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, યુદ્ધથી નહીં વાતચીતથી જ શાંતિનો રસ્તો નીકળશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબદુલ્લાએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું કે, જો આમ થતું રહેશે તો પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે.
મહેબૂબા મુફ્તીના નિવેદનથી ઉલટું જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબદુલ્લાએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું કે, જેટલો આતંકવાદ વધશે તેટલી મુસીબત આવશે. ત્યાં કંઇ બચશે નહીં. જો આમ જ ચાલશે તો ભારતના શાસકો પણ આગામી પગલું શું હશે તે અંગે વિચારવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -