પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલીમાં સામેલ થયેલા વાહનોમાં કરવામાં આવી તોડફોડ, ભાજપે કહ્યું- મમતા બેનર્જી ડરી ગયા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીએ કહ્યું કે, ટીએમસીના કાર્યકર્તાઓની આ હરકતથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં બીજેપીને મળી રહેલા સમર્થનથી મમતા બેનર્જી ડરી ગઈ છે. અનેક બાઇકોને પણ આગ ચાંપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તોડફોડની આ ઘટના બાદ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આજે બંગાળના ઈસ્ટ મદીનાપુરમાં અમિત શાહની રેલીમાં જે બસોમાં બેસીને લોકો આવ્યા હતા તે બસોમાં ટીએમસીના ગુંડાઓ દ્વારા તોડફોડ તથા સળગાવવાની કોશિશ કરવામાં આવી છે. બીજેપની મળી રહેલા પ્રચંડ સમર્થનથી મમતા બેનર્જી ડરી ગઈ છે. રાજ્યમાં તાલિબાની શાસન હોય તેમ લાગી રહ્યું છે.
મિદાનપુરઃ પશ્ચિમ બંગાળના ઇસ્ટ મિદાનપુરમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની રેલી બાદ બીજેપીની ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ ગાડીઓ અમિત શાહની રેલીમાં સામેલ થઈ હતી. બીજેપીઓ તોડફોડનો આરોપ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પર લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -