સરકારની આ યોજનામાં દર મહિને મળશે 10000 હજારનું પેન્શન, જાણો શું છે પ્રોસેસ
આ સ્કીમ પર જીએસટી આપવો નહિ પડે. જોકે કેન્દ્ર સરકાર કે કોઈ ટેક્સ ઓથોરિટી તરફથી ભવિષ્યમાં ટેક્સ લાગુ કરવામાં આવી શકે છે. જો કોઈ ટેક્સ આપવો પડે તો તેને યોજના અંતર્ગત મળતા લાભમાં સામેલ કરવામાં નહિ આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત રકમ જમા કરાવ્યાનાં ત્રણ વર્ષ બાદ લોન લઈ શકાય છે. તમે જેટલી રકમ જમા કરાવશો, તેના 75 ટકા સુધી લોન લઈ શકો છો. લોનની રકમ પર વ્યાજ દર ક્વાર્ટરે નક્કી થાય છે. તમે જ્યાં સુધી લોનની રકમ પાછી નહિ આપો ત્યાં સુધી દર છ મહિને વ્યાજ આપવું પડશે. વ્યાજની રકમ તમને મળતી પેન્શનની રકમમાંથી કાપવામાં આવશે.
યોજનામાં મેચ્યોરિટી પહેલાં નીકળવાનો વિકલ્પ છે. જો પેન્શનરને ગંભીર બીમારીની સારવાર કરાવવા માટે પૈસાની જરૂર હોય તો જમા કરવામાં આવેલી રકમના 98 ટકા મળશે.
આ સ્કીમની સંચાલક એલઆઈસીની વેબસાઇટ મુજબ, પેન્શનની મહત્તમ સીમા એક પેન્શનર નહિ , પણ તેના પરિવાર પર લાગુ થાય છે. એટલે કે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત એક પરિવારમાંથી જેટલા પણ લોકો પેન્શન પ્લાન લેશે, તે સૌને મળનારી પેન્શનની રકમ મળીને 10,000 રૂપિયાથી વધુ નહિ થાય. પેન્શનરના પરિવારમાં પેન્શનર ઉપરાંત જીવનસાથી અને તેમને આશ્રિતનો સમાવેશ થાય છે.
આ પોલીસી લેવા માટે કમસે કમ 60 વર્ષની ઉંમર પૂરી થઈ હોવી જોઈએ. 60 વર્ષ બાદ ઉંમરમાં કોઈ મહત્તમ મર્યાદા નથી. આ પોલિસીની ટર્મ 10 વર્ષના છે. જેમાં ઓછામાં ઓછું પેન્શન મહિને 1 હજાર અને વધુમાં વધુ પ્રતિમાસ 10,000 રૂપિયા મળશે.
પેન્શનનો પહેલો હપતો રકમ જમા કરાવ્યાના એક વર્ષ, છ મહિના, ત્રણ મહિના કે એક મહિના બાદ મળશે. તેમાં પેન્શન માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક આધાર પર લેવાનો વિકલ્પ છે. 10 વર્ષની પોલિસી ટર્મ સુધી પેન્શનર હયાત રહે ત્યાં સુધી જમા રકમની સાથે સાથે પેન્શન આપવામાં આવે છે. પોલિસી ટર્મનાં 10 વર્ષમાં પેન્શનરનું મૃત્યુ થાય તો જમા રકમ પાછી આપવામાં આવે છે. જો પેન્શનર આત્મહત્યા કરી લે તો જમા રકમ પાછી મળતી નથી.
વાસ્તવમાં પેન્શનના રૂપમાં વ્યાજની રકમ મળે છે. જેમ કે, 15 લાખ રૂપિયા જમા કરવામાં આવે તો આઠ ટકાના દરે તેની પર વર્ષના 1 લાખ 20 હજાર રૂપિયા વ્યાજ મળશે. વ્યાજની આ રકમ મહિને 10-10 હજાર રૂપિયા, દર ત્રણ મહિને 30-30 હજાર રૂપિયા, વર્ષમાં બે વાર 60-60 હજાર રૂપિયા કે વર્ષમાં એક વાર લમ્પસમ 1 લાખ 20 હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે.
પીએમવીવીવાય અંતર્ગત જમા રકમ પર 8થી 8.30 ટકા પ્રતિ વર્ષનું નિશ્ચિત રિટર્ન મળે છે. પેન્શનર માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક, કયા ક્રમમાં પેન્શનની રકમ લે છે તેની પર વ્યાજનો દર નક્કી થશે. દર મહિને પેન્શન લેનારને આઠ ટકા વ્યાજ, જ્યારે વાર્ષિક પેન્શન લેનારને 8.30 ટકા વ્યાજ મળશે.
આ યોજના અંતર્ગત એક વાર એક લમ્પ સમ અમાઉન્ટ જમા કરાવવાની રહે છે. આ રકમ ઓછામાં ઓછી 1.50 લાખ અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા હોઈ શકે છે. પેન્શનરને તે વ્યાજની રકમ અથવા તો પેન્શનના રૂપમાં કે લમ્પસમ લેવાનો અધિકાર રહેશે.
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં ઑનલાઇન અને ઑફલાઇન, બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ઑનલાઇન એનરૉલમેન્ટ માટે એલઆઈસીની વેબસાઇટ પર જવું પડશે અને ઑફલાઇન માટે એલઆઈસીની કોઈ બ્રાન્ચમાં.
નવી દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ વિતેલા વર્ષે બજેટ રજૂ કરતા સમયે પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત કરી હતી. વૃદ્ધો પર વિશેષ ધ્યાન આપતા સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. બુધવારે કેબિનેટ બેઠકમાં સરકારે આ યોજના પર કેટલાક ખાસ નિર્ણય કર્યા. વરિષ્ઠ નાગરિકોને કેટલીક રાહતો આપતા સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) અંતર્ગ રોકાણ મર્યાદા બે ગણી કરીને 15 લાખ કરવાને મંજૂરી આપી છે. તેનાથી વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષા કવર વધી જશે. ઉપરાંત યોજનામાં રોકાણ મર્યાદાને બે વર્ષ સુધી વધારવામાં આવી છે. આ મર્યાદા 4 મેના રોજ પૂરી થઈ રહી છે. હવે 31 માર્ચ, 2020 સુધી તેમાં રોકાણ કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -