આજે સોનિયા ગાંધીના ઘરે મહત્વની બેઠક, રાહુલ ગાંધીને બનાવાશે કોંગ્રેસના અધ્યક્ષ?
રાહુલને અધ્યક્ષ બનાવવા માટે પાર્ટીનો એક મત છે. આ સંજોગોમાં કમિટીને તેમને અધ્યક્ષ જાહેર કરવામાં કોઈ તકલીફ નહીં થાય. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં 10 નામાંકિત અને 10 ચૂંટાયેલા સભ્યો હોય છે. તેમની સાથે અમુક આમંત્રિત કરેલા લોકો પણ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 24 ઓક્ટોબરની આસપાસ થવાની શક્યતા છે. પાર્ટીમાં નિર્ણય લઈ શકે તેવી સૌથી મોટી વર્કિંગ કમિટી આ બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જાહેર કરી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી પાસે પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવાનો અધિકાર હોય છે.
10 જનપથમાં થનારી આ બેઠકમાં રાહુલને સોંપવામાં આવનાર આ પદની તારીફ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલને અધ્યક્ષ બનાવવામાં આવે તે નક્કી જ છે. 24 ઓક્ટોબરે આ વિશે જાહેરાત કરવામાં આવશે.
નવી દિલ્હી: રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 24 ઓક્ટોબરે રાહુલ ગાંધીને કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે આ વિશે એક મહત્વની બેઠક પણ થવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -