આ ગુજરાતી ‘માલ્યા’એ PNBને લગાવ્યો 11,500 કરોડનો ચૂનો, જાણો, કોણ છે નીરવ મોદી?
Download ABP Live App and Watch All Latest Videos
View In App48 વર્ષીય નીરવ મોદી બેલ્જિયમના શહેર એન્ટવર્પમાં હીરાનો વ્યવસાય કરનારા પરિવારથી આવે છે. તેઓ અભ્યાસ માટે વોર્ટન ગયા હતા. જ્યાં એક વર્ષ સુધી ફાઇનાન્સનો અભ્યાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા. અંતમાં તેઓ પોતાના પિતાના વ્યવસાયમાં જોડાઇ ગયા. આ અગાઉ 19 વર્ષની ઉંમરમાં તેમણ તેમના માતા અને ગીતાંજલી જેમ્સના ચેરમેન મેહુલ ચોક્સી પાસે મુંબઇ ગયા હતા અને ત્યાં હિરાના વ્યવસાયની જાણકારી મેળવી હતી.
નીરવ મોદીએ ઝડપથી બોલિવૂડથી માંડી હોલિવૂડમાં પણ ઇન્ડિયન જ્વેલર્સના રૂપે પ્રતિષ્ઠા મેળવી હતી. કેન્ટ વિન્સલેટસ ડકોરા જોન્સન, નીરવની બ્રાન્ડના હીરાની જ્વેલેરી પસંદ છે. ગયા વર્ષે પ્રિયંકા ચોપરા તેની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. 2013માં અબજપતિઓની ફોર્બ્સની લિસ્ટમાં મોદીને સ્થાન મળ્યું હતું.
મુંબઈઃ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં 11,360 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ગુજરાતી અબજપતિ જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદીની સંડોવણી સામે આવી છે. આ મામલે પીએનબીએ ગુજરાતી અબજપતિ જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદી અને એક જ્વેલરી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ કરી છે. બેંકનો આરોપ છે કે નીરવ, તેનો ભાઇ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોક્સીએ બેંકના અધિકારીઓ સાથે મળી કાવતરું રચ્યું હતું.
નોકરીની શરૂઆતમાં મોદીને દર મહિને 3500 રૂપિયા મળતા હતા. 10 વર્ષ નોકરી કર્યા બાદ મોદીએ વર્ષ 1999માં નીરવ મોદીએ 15 લોકો સાથે મળી દુર્લભ હીરાના વ્યવસાય માટે ફાયરસ્ટાર ડાયમંડ નામની કંપની સ્થાપિત કરી. મોદીએ વિદેશી ક્લાયન્ટ્સને ટાર્ગેટ કર્યા અને ભારતમાં ડાયમંડ કટિંગ કોસ્ટનો ફાયદો ઉઠાવીને સર્વિસ આપવાનું શરૂ કર્યું.
ભારત સિવાય તેમના રશિયા, આર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. વર્ષ 2014માં દિલ્હીમાં પ્રથમ જ્વેલેરી શો રૂમ ખોલ્યો હતો. બાદમાં તેણે લંડન, સિંગાપોર, પેઇચિંગ અને મકાઉમાં પણ શો રૂમ ખોલ્યા છે.
નીરવ મોદીનો જન્મ પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો.તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ હિરા વેપારની શરૂઆત કરી હતી. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -