✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દેશનાં બીજાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન કેમ? કાશ્મીરમાં ક્યારે લદાય છે રાષ્ટ્રપતિ શાસન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2018 10:52 AM (IST)
1

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડી ને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે.

2

આખરે જમ્મુ-કાશ્મીરમાં શું છે તો ત્યાં રાજ્યપાલ શાસન કેમ લાગુ કરાય છે? આ સ્વાભાવિક સવાલ માટે તેનું કારણ જાણીએ તો જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.

3

ભારતના બંધારણમાં તેવી પણ કલમ છે કે જે હેઠળ છ મહિના બાદ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને વધારી પણ શકાય છે. બંધારણની કલમ 356 કહે છે કે, જો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યાના છ મહિનાની અંદર ત્યાં કોઇ સરકાર ન બને કે બંધારણીય રીતે વ્યવસ્થા શરૂ ન થાય તો આ કલમ હેઠળ રાજ્યપાલ શાસનની સમયમર્યાદા વધારી શકાય છે. પરંતુ આ સમયે તે રાષ્ટ્રપતિ શાસનમાં પરિવર્તિત થઈ જાઈ છે.

4

બંધારણની કલમ 92માં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં જો રાજકીય સંકટ આવે અથવા બંધારણ અનુરૂપ ચાલી રહેલું તંત્ર ફેલ થઈ જાય તો આ સ્થિતિમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જમ્મુ અને કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે.

5

નોંધનીય છે કે, દશમાં કોઈપણ રાજ્યમાં સરકાર ભંગ થવા પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દેશનાં બીજાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન કેમ? કાશ્મીરમાં ક્યારે લદાય છે રાષ્ટ્રપતિ શાસન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.