અમ્માની અંતિમવિધિ કેમ ઝડપથી કરાઈ? એક દિવસ પણ મૃતદેહ ના રખાયો, જાણો મોટું રહસ્ય
જયલલિતાનું માનવું હતુ કે, આઠમના દિવસે અંતિમ સંસ્કાર ન જ કરાય. ત્યારે તેમની આ જ માન્યતાને માન આપવાની વાત બહાર આવી રહી છે. આ ઉપરાંત તેમના અંતિમ સંસ્કારનો સમય પણ જ્યોતિષના આધારે નક્કી કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: થોડીવારમાં ચેન્નેઇના મરીના બીચ ખાતે જયલલિતાને દફન કરવામાં આવશે. દેશમાં અને ખાસ કરીને તમિલનાડુમાં તેમનું ભારે વર્ચસ્વ છે અને તમિલનાડુમાં તો તેમને ભગવાન માનવામાં આવે છે, ત્યારે તેમના નિધન પછી એક જ દિવસમાં તેમની દફનવિધિ કરવાનું નક્કી કરી નંખાયું છે. ત્યારે પરંતુ લોકોમાં એક પ્રશ્ન ખાસ ચર્ચાઈ રહ્યો છે કે, શા માટે અમ્માની અંતિમવિધિ આટલી ઝડપથી કરવામાં આવી રહી છે. તેમના પાર્થિવ દેહને હજુ એક દિવસ લોકોના દર્શન માટે શા માટે રાખવામાં ન આવ્યો?
તિથિ મુજબ જયલલિતાનું નિધન છઠની રાત્રે થયું અને મંગળવાર એટલે કે સાતમના દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જયલલિતા જ્યોતિષ અને ન્યૂમરોલોજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા. તેમના નિકટના લોકોના મત મુજબ અમ્મા ક્યારેય આઠમના દિવસે કોઈ કાર્યનો પ્રારંભ નહોતા કરતા.નજીકના લોકોનું એવું પણ કહેવું છે કે આઠમના દિવસે જયલલિતા મૌન પાળવાનું પસંદ કરતા હતા.
આવી પરિસ્થિતિમાં જો અમ્માના અંતિમ દર્શન માટે મંગળવારનો આખો દિવસ ફાળવવામાં આવ્યો હોત અને બુધવાર એટલે કે આઠમના દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો અમ્માની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી ગણાત. તેમના અનુયાયીઓ અને સરકાર ક્યારેય અમ્માની આત્માને ઠેસ પહોંચે તેવું કોઈ કાર્ય ન કરે તેથી જ અમ્માના અંતિમ સંસ્કાર એક દિવસની અંદર જ એટલે કે સાતમના દિવસે જ કરવામાં આવ્યા હોવાનું મનાય છે.
ભારે લોકચાહના ધરાવતા નેતાઓના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે એકથી વધારે દિવસ રાખવામાં આવતા હોય છે. પરંતુ જે જયલલિતાના કેસમાં 24 કલાકથી પણ ઓછો સમય આપવા પાછળનું કારણ જયલલિતાના જ્યોતિષ અને ન્યૂમરોલોજી પાછળ અથાગ શ્રદ્ધાને હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયલલિતા આઠમને અપશૂકન માનતા હતા. આવતી કાલે આઠમ આવતી હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, અમ્માના નામથી લાખો કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવનાર જે જયલલિતાનું સોમવારે નિધન થયું હતું. આ પછી તેમના પાર્થિવ દેહને ચેન્નઈના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં લોકોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે થોડીવારમાં મરીના બીચ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -