શમીની મુશ્કેલીઓ વધી, પતિના આરોપો બાદ પત્ની હસીન જહાંનો પલટવાર, કર્યો આ મોટો ખુલાસો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ પોતાની પત્ની હસીન જહાં દ્વારા લગાવેલા બધા આરોપોને ખોટો ગણાવ્યા હતા, હવે તેની પત્ની હસીન જહાં પણ નમતું આપવા તૈયાર નથી તેને શમી પર આરોપોનો બીજો એક પલટવાર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહસીને કહ્યું કે છેલ્લા બે વર્ષમાં મારી પાસે કોઇ સપોર્ટ ન હતો. મે મારી કેરિયર છોડી દીધી. શમી માત્ર એક આશા હતી, મે મારા લગ્નને બચાવવાની કોશિશ કરી, તેને મારી ઉપર અત્યાચાર કર્યા અને તે કેટલાય ખોટા સંબંધોમાં સામેલ હતો.
શમીની પત્નીએ જણાવ્યું કે, 'હું પોદ્દારનગરમાં ત્રણ છોકરીઓ સાથે રહેતી હતી અને શમીને તેના વિશે ખબર હતી, તે હંમેશા આવીને તેમની સાથે રમતો હતો, મારી પાસે છુપાવવા માટે કંઇજ નથી, તે તેના વિશે જાણતો હતો.'
તેને કહ્યું, 'અમારા લગ્ન બાદ પ્રૉબ્લમ ત્યારથી શરૂ થયો જ્યારે શમીએ મારી પાસે તલાકની માંગ કરી. તે છેલ્લા બે વર્ષોથી તલાકની માંગ કરી રહ્યાં છે. જો શમી માફી માંગવા અને પોતાની બધી ભૂલોનો સ્વીકાર કરવા તૈયાર છે તો તે પાછા આવી શકે છે નહીં તો અમે કોર્ટમાં મળીશું.'
હસીને કહ્યું કે હું આ મામલાને કોર્ટમાં લાવવવા નહતી માંગતી, જે રીતે શમી મને છેલ્લા બે વર્ષતી ટ્રીટ કરી રહ્યાં છે, તેમને જ મને આ પગલું ઉઠાવવા મજબૂર કરી.'
હસીન જહાંએ કહ્યું 'મે ક્યારેય પણ શમી પર એવો આરોપ નથી લગાવ્યો, કેમકે હું રમતને નથી સમજતી. શમી વિરુદ્ધ મે ક્યારેય કોઇ મેચ ફિક્સિંગનો દાવો નથી કર્યો. જો હું આ રમતને નથી સમજતી તો આવો આરોપ કઇ રીતે લગાવી શકું. શમી છે જે આ મામલામાં મેચ ફિક્સિંગનો એન્ગલ લઇને આવી રહ્યાં છે.'
હસીને એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શમીના નિવેદનોનો જવાબ આપ્યો છે. પણ ચોંકાવનારી વાત એ છે કે શમીની વિરુદ્ધ મેચ ફિક્સિંગ અને અન્ય મામલાઓના આરોપની કૉપી બીસીસીઆઇએ સીઓએ વિનોદ રાયને મોકલનારી હસીન જહાંએ જણાવ્યું કે, તેને ક્યારેય પણ શમી પર મેચ ફિક્સિંગનો આરોપ નથી લગાવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -