પતિ દુબઇ ગયો ને યુવતીએ ડ્રાઇવર સાથે બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો અંજામ?
ચિડાવા: રાજસ્થાનના ચિડાવામાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઝેર આપી મારી નાંખતા ખળભળાટ મચી ગયો છે. પતિના મોત પછી યુવતી અને તેનો પ્રેમી ગુમ થઈ ગયા છે. પતિ દુબઇ ગયા પછી તેની પત્નીએ યુવક સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા. હાલ પોલીસે બંનેની શોધખોળ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિડાવા જિલ્લાના કિશોરપુરામાં સુનીલ જાંગિડનું એક જાન્યુઆરીના રોજ શંકાસ્પદ હાલતમાં મોત થઇ ગયું હતું. સુનીલે કોઇ ઝેરી પદાર્થ ખાઇ લીધો હતો, જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો. આ અંગે તેના ભત્રીજા પ્રદીપકુમારે સુનીલની પત્ની મનીષા, ક્યામસર ગામમાં રહેતા બલવાન અને તેના મામા સહિત 3 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો હતો.
કિશોરપુરામાં રહેતો સુનીલ દુબઈ અને મસ્કતમાં કામ કરતો હતો. ગયા વર્ષે તે જ્યારે દુબઈમાં હતો ત્યારે તેના પિતાની તબિયત ખરાબ થઇ ગઇ હતી. પરિવારજનોએ હોસ્પિટલ જવા માટે સંબંધી દ્વારા ભાડાની ગાડી મંગાવી, જેનો ડ્રાઇવર બલવાન હતો એમ જણાવવામાં આવી રહ્યું છે. આ પછી બંને વચ્ચે સંબંધો વિકસ્યા હતા.
ઘટના પછી સુનીલની પત્ની મનીષા અને આરોપી બલવાન પોતપોતાના ઘરેથી ગુમ છે. પોલીસે ક્યામસરમાં બલવાનના ઘર અને સુનીલની પત્ની મનીષાના પિયરમાં આરોપીઓની શોધ કરી હતી. પરંતુ બંનેમાંથી એકપણ આરોપી તેમના ઘરમાં મળ્યો નહીં.
પોલીસે આ ગુનામાં સુનીલના રૂમ અને ડ્રોઇંગરૂમમાંથી પુરાવા ભેગા કર્યા છે. તેમજ સ્થળ પર વિખરાયેલો પડેલો સફેદ પાઉડર વગેરેના સેમ્પલ લીધા હતા. પોલીસે સુનીલની દીકરી, ભત્રીજા અને અન્ય પરિવારજનો પાસેથી ઘટના સંબંધી જાણકારી મેળવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -