મહિલા વકીલે ભાજપના નેતા પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ, જાણો વિગતે
પીડિતા મહિલાનો દાવો છે કે આરોપી ભાજપનો મોટો નેતા છે અને તેની પાસે રાજનીતિક પહોંચ છે જે તેને પોલીસથી બચાવી રહી છે. મહિલાએ કહ્યું કે, હવે કંઈ જ બચ્યું નથી. હું ડરી ગઈ છું કારણ કે સતીશ શર્માએ ફરિયાદ કરવા પર મારા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. મારે આ બધું એટલા માટે સહન કરવું પડી રહ્યું છે કારણ કે હું દલિત છું અને પછાત વર્ગમાંથી આવું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા વકીલનો દાવો છે કે, તેણે પ્રેસ કોન્ફરન્સ માત્ર એટલા માટે બોલાવી છે કારણ કે તે આરોપી સતીશ શર્માને દુનિયાની સામે ખુલ્લો પાડવા માગે છે. પીડિતાએ પોતાના વાળ કાપવાના મુદ્દે કહ્યું કે, આરોપી એડવોકેટ સતીશ શર્માએ પહેલા જ તેના મોટાભાગના વાળ કાપી નાંખ્યા છે. મહિલાએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાને થયેલી ઇજાઓ પણ બતાવી.
પીડિતા મહિલા વકીલે જણાવ્યું કે, આરોપીનું નામ એડવોકેટ સતીશ શર્મા છે. મહિલાનો આરોપ છે કે સતીશ શર્માએ તેનો આપત્તિજનક વીડિયો બનાવી લીધો અને તેને છેલ્લા ત્રણ વર્ષથી બ્લેકમેલ કરી રહ્યો છે. તેની આવી હરકતોથી કંટાળીને હવે પોલીસની મદદ લીધી છે. આરોપ છે કે પોલીસે તેની ફરિયાદ લેવાના બદલામાં લાંચની માગ કરી છે. મહિલાએ દાવો કર્યો છે કે તે આરોપી એડવોકેટ સતીશ શર્માના અત્યાચાર અને પોલીસની બેદરકારીથી કંટાળીને મારા વાળ કાપી રહી છું.
આરોપ બાદ મહિલા વકીલે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે જ પોતાના વાળ કાપ્યા હતા. મહિલા વકીલે જેને આરોપી ગણાવ્યો છે તે વકીલ છે અને લખનઉ હાઈ કોર્ટમાં પીડિતાનો વરિષ્ઠ સહયોગી છે.
લખનઉઃ હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે એક મહિલા વકીલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એક કથિત ભાજપના નેતા પર જાતીય શોષણનો આરોપ અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -