પ્લેનમાં ઉંઘી ગયેલા પતિનો અંગૂઠો મૂકી યુવતીએ મોબાઈલને અનલોક કર્યો ને ફોનમાં મળ્યા પતિની સેક્સલીલાના પુરાવા? પછી શું થયું
ચેન્નાઈ એરપોર્ટ પર પતિ-પત્નીને ઘણાં સમય સુધી રોકવામાં આવ્યા હતા. મહિલાનો નશો ઉતરતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર પછી બંનેને કુઆલાલમ્પુર થઈને દોહાની કેનેક્ટિંગ ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાએ ક્રૂ મેમ્બર સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. અંતે મહિલાનો હોબાળો વધતા વિમાનનો રુટ ડાયવર્ટ કરીને તેમની ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પતિ અને પત્નીને અહીં ઉતારીને વિમાન બાલી તરફ જવા રવાના થયું હતું.
તે સીટબેલ્ટ છોડીને ઊભી થઈ ગઈ અને બુમો પાડવા લાગી હતી. એટલી વારમાં જ પતિ પણ જાગી ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો વધી ગયો હતો. ક્રૂ મેમ્બરે હોબાળો કરી રહેલી મહિલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં તેને વિમાનની સુરક્ષાની પણ વાત જણાવી હતી. પરંતુ મહિલા પર કોઈ અસર થતી નહતી.
ફોન લોક હતો તો પત્નીએ પતિનો અંગુઠો સ્કેન કરીને મોબઈલનું લોક ખોલ્યું હતું. પત્નીએ પતિના ફોનમાં ચેટ અને અન્ય ડિટેલ્સ જોઈ તો તેને ખ્યાલ આવ્યો કે તેનો પતિ તેને દગો આપી રહ્યો છે. પહેલેથી જ નશામાં ધૂત પત્નીએ પ્લેનમાં હોબાળો કરવાનું શરૂ કર્યું હતું.
ચેન્નાઈ: દોહાથી બાલી જઈ રહેલ વિમાનમાં પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો થયો હતો. બંન્ને વચ્ચે ઝઘડો વધતાં પત્નીએ એટલો મોટો હોબાળો કર્યો હતો કે વિમાનનો રુટ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ કપલ ઈરાનનું હતું. ચેન્નાઈથી બંનેને બીજા વિમાનમાં પરત મોકલવામાં આવ્યા હતા.
રવિવારે કતાર એરવેઝના વિમાન ક્યૂઆર-562માં દંપતિ અને તેમનું બાળક દોહાથી બાલી જઈ રહ્યા હતા. પ્લેને ઉડાન ભર્યાના થોડા સમય પછી પતિ ઉંઘી ગયો હતો અને તેમની પત્ની જાગતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -