પત્ની બીજા સાથે સેક્સલીલા કરતી હોવાની શંકાથી પતિએ બેડરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા પણ કઈ રીતે પોતે જ ફસાયો ?
પુણેઃ પુણેમાં પત્ની પર શંકા રાખી સ્પાય કેમેરા લગાવવાનું પતિને જ ભારે પડી ગયું છે. પતિને શંકા હતી કે, પોતે વિદેશ જતાં પત્નીએ અન્ય કોઈ સાથે અનૈતિક સંબંધ શરૂ કર્યા છે. તેમજ આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. પત્નીને રંગેહાથે પકડવા માટે પતિએ પત્નીના રૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જોકે, પત્નીના હાથમાં આ કેમેરા આવી જતાં પતિ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, વિદેશથી પરત ફરેલા પતિને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા જવા લાગી હતી. તેને શંકા હતી કે, પોતાની ગેરહાજરીમાં કોઈ યુવક તેમના ઘરમાં આવે છે અને પત્ની સાથે રંગરેલિયા માણે છે. જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. પતિ મારપીટ પણ કરવા લાગ્યો હતો. યુવતીથી સહન ન થતાં તેણે કોર્ટમાં અરજી કરી હતી અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
આ કેમેરા મળતાં જ યુવતીને પતિની હરકતોનો ખ્યાલ આવી ગયો હતો. હાલ આ મામલે મહિલાએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પુણેમાં કલપાદલના ફ્લેટમાં આ દંપતી રહેતું હતું. આ દંપતીને 12 વર્ષનો દીકરો પણ છે. થોડા દિવસો પહેલા પતિ વિદેશ ગયો હતો. વિદેશથી પરત ફર્યા પછી બંને ફરીથી સાથે રહેવા લાગ્યા હતા.
આ સમય દરમિયાન પૂર્વ પત્ની પર નજર રાખવા માટે પતિએ વૉટર પ્યોરિફાયરમાં સ્પાય કેમેરા લગાવી તેને મોબાઈલ સાથે લિંક કરી દીધો હતો. જેનાથી તે પૂર્વ પત્નીની ચાલ-ચલગત પર નજર રાખતો હતો. દરમિયાન એક દિવસ યુવતી બેડરૂમમાં કપડા બદલી રહી હતી, ત્યારે તેની નજર સ્પાય કેમેરા પર પડી હતી.
ડિવોર્સ પછી પતિ પરિવાર સાથે બેંગલોર રહેવા જતો રહ્યો હતો. તે ક્યારેક ક્યારેક દીકરાને મળવા માટે પત્ની જ્યાં રહેતી હતી, તે ફ્લેટ પર આવતો હતો. એન્જિનિયર યુવતી ઓફિસ જતી રહે ત્યારે તેનો પતિ ઘરે આવીને દીકરા સાથે સમય વિતાવતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -