વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરતી યુવતીને ગરબે ન રમવા દેતા નોંધાવી FIR, જાણો વિગતે
પુણેઃ પુણેના ભાટનગર વિસ્તારમાં 23 વર્ષની પરણિતા ઐશ્વર્યા તમાયચીકરને તાજેતરમાં દાંડિયા અને ગરબા રમતા અટકાવાઈ હતી. તેનું કારણ એ હતું કે તેણે લગ્ન સમયે વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરીક્ષણ)નો વિરોધ કર્યો હતો. તેના આ પગલા બાદ કંજારભાટ સમાજે તેનો બહિષ્કાર કરી દીધો હતો. પોતાની સાથે થયેલા આ અપમાનજનક વ્યવહારના વિરોધમાં તેણે પિંપરીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના પગલે સમાજના 8 સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યા પૂણેના ડી.વાય. પાટીલ કોલેજમાં કાયદાની વિદ્યાર્થિની છે. કંજારભાટ સમાજના શિક્ષિત યુવક-યુવતીઓએ એક વર્ષથી વર્જિનિટી ટેસ્ટના વિરોધમાં લડાઈ શરૂ કરી છે.
ઐશ્વર્યાએ જણાવ્યું કે વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરતા 12 મે, 2018ના રોજ મેં વિવેક તમાયચીકર સાથે લગ્ન કર્યા. ત્યારથી સમાજના કોઈ પણ કાર્યક્રમમાં અમને બોલાવાતી નથી. સમાજમાં અમારો સંપૂર્ણપણે બહિષ્કાર કરી દેવાયો છે.
પીંપચી ચિંચવાડાના ડીસીપીએ જણાવ્યું કે, “કંજારભાટ સમાજમાં વર્ષોથી ચાલી આવતી વર્જિનિટી ટેસ્ટનો તેણે વિરોધ કર્યો હતો. જેના કારણે તેને દાંડિયામાં ભાગ લેવા દેવામાં આવી નહોતી. એફઆઈઆર નોંધી દેવામાં આવી છે. વધુ તપાસ શરૂ છે.”
ઐશ્વર્યાના પતિ વિવેક તમાયચીકરે કહ્યું કે, “કંજારભાટ સમાજમાં ચાલી આવતી વર્જિનિટી ટેસ્ટની પરંપરા સામે અમે વિરોધ શરૂ કર્યો છે. જેના કારણે મારી પત્નીનો સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જે ગેરબંધારણીય છે.”
સોમવારે ઐશ્વર્યા ભાટનગરમાં માતા સાથે ગરબા રમવા માટે ગઈ તો ત્યાં ગરબા બંધ કરી દેવાયા હતા. જેવા મેં દાંડિયા રમવાનું શરૂ કર્યું કે તરત જ મ્યુઝિક બંધ કરી દેવામાં આવ્યું. આ દરમિયાન મારી માતા ત્યાં દોડતી આવી અને મને અહીંથી જતા રહેવા કહ્યું પરંતુ હું પંડાલમાં બેઠી રહી. જે બાદ એક વરિષ્ઠ વ્યક્તિએ જાહેરાત કરી કે જ્યાં સુધી હું પંડાલમાંથી જતી નહીં રહું ત્યાં સુધી મ્યુઝિક ચાલુ નહીં થાય. તે સમયે પંડાલમાં આશરે 400 લોકો હતો પરંતુ કોઈ મારા સમર્થનમાં ન આવ્યું. મેં પંડાલ છોડ્યું તે બાદ જ મ્યુઝિક ચાલુ કરવામાં આવ્યું હતું. મારી સાથે થયેલા આ અપમાનજનક વ્યવહારના વિરોધમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -