સેના અને મિલિટ્રીના માર્યા ગયેલ જવાનોને 'શહીદ' ન કહી શકાયઃ ગૃહ મંત્રાલય
નવી દિલ્હીઃ સરકારે મંગળવારે જણાવ્યું કે, કાર્યવાહી દરમિયાન મોત થવા પર કોઈપણ સુરક્ષાકર્મીને 'શહીદ'. શહીદ જેવો શબ્દ ભારતીય સેના અને પૈરા મિલિટ્રીના માર્યા ગયેલ જવાનો માટે ઉપયોગ ન કરી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં મગળવારે જણાવી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરન રિજીજૂએ લોકસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં જણાવ્યું કે, રક્ષા મંત્રાલયે ગૃહ મંત્રાલયને જણાવ્યું કે, જો કોઈ જવાન કોઈ ઓપરેશન સમયે માર્યો જાય તો તેના માટે શહીદ જેવો શબ્દ સેનામાં ઉપયોગ કરવામાં નથી આવતો. તેમણે કહ્યું કે, તેવી જ રીતે કેન્દ્રીય સશસ્ત્ર બળ અને અસમ રાઈફલ્સના કર્મી પણ જો કોઈ અભિયાન દરમિયાન માર્યા જાય તો તેના માટે પણ આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવતો.
શહીદ શબ્દનો ઉપયોગ ન કરવા પાછળનું કારણ એ છે કે ન તો પોલિસ મેન્યુઅલ અને તો સેનાના કાયદામાં આવી કોઈ જોગવાઈ છે. જોકે ગૃહ રાજ્યપ્રધાનનું કહેવું છે કે, માર્યા ગયેલ જવાનોના પરિવાર અથવા સંબંધીને નિયમો અનુસાર સંપૂર્ણ પેંશન અને એક સાથે મળવાપાત્ર રકમ આપવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -